મંત્રી રમણ પાટકર કોરોના રિપોર્ટ પોઝિટિવ, U N મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

0
257

શંકાસ્પદ લક્ષણો જણાતા પાટકરે મંગળવારે ટેસ્ટ કરાવ્યો હતો

અમદાવાદ. રાજ્યના વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણલાલ પાટકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે મંગળવારે તેમને શંકાસ્પદ લક્ષણો જણાતા કોરોનાના ટેસ્ટ કરાવ્યો હતો. તેમને શહેરની U N  મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  

ગઈકાલે વાવના કોંગી અને કામરેજના ભાજપના ધારાસભ્યને કોરોના આવ્યો
બનાસકાંઠાના વાવ-ભાભરના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો અને કામરેજના ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયા પણ કોરોનાગ્રસ્ત થયા છે. હાલ ગેનીબેન ઠાકોરને ગાંધીનગરમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે જ્યારે વી.ડી.ઝાલાવડીયાની ઘરે જ સારવાર ચાલી રહી છે. હાલ તેમની હાલત સ્થિર છે. જોકે, 3 દિવસ પહેલા તેઓ CM રૂપાણીની બેઠકમાં હાજર હતા. જેથી કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અગાઉ 6 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીયમંત્રી કોરોનાગ્રસ્ત
આ પહેલા ઈમરાન ખેડાવાલા(ધારાસભ્ય, કોંગ્રેસ), જગદીશ પંચાલ(ધારાસભ્ય, ભાજપ), કિશોર ચૌહાણ(ધારાસભ્ય, ભાજપ), બલરામ થાવાણી(ધારાસભ્ય, ભાજપ), પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પણ કોરોનાગ્રસ્ત થયા હતા. જો કે આ ભરતસિંહ સોલંકી સિવાય આ તમામ નેતાઓ કોરોનાને મ્હાત આપીને સાજા થઈ ગયા છે. જ્યારે ભરતસિંહ સોલંકી સારવાર હેઠળ છે અને તેમની તબિયતમાં કોઈ સુધારો પણ નથી. તેઓ હાલ ઓક્સિજન સપોર્ટ પર છે. આમ અત્યાર સુધીમાં 6 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીયમંત્રી કોરોનાગ્રસ્ત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here