ભાજપના નેતાના ઘરે આવકવેરાના દરોડા: 10 બેન્ક લોકર, 3.5 લાખ રોકડા મળ્યા

0
107

સુરત આવકવેરાની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા બુધવારે મોડી રાત્રે પૂર્વ આવકવેરા અધિકારી અને સુરત ભાજપ્ના અગ્રણી નેતા વેંકટ સત્યનારાયણ શમર્િ પુષ્પમર્તિ (પી.વી.એસ. શમર્િ ) પર કલમ 131 હેઠળ તપાસ કાર્યવાહી કરવામાં આવી છે. શમર્નિા પીપલોદ ફોર સિઝન ખાતેના લક્ઝુરીયસ ફ્લેટ તેમજ તેઓ જે કંપ્નીમાંથી દોઢ લાખનો માતબર પગાર મેળવે છે મુંબઈની તે કુસુમ સીલીકોન કંપ્નીના મુંબઈ-થાણેના ઓફિસ, ફેક્ટરી, ગોડાઉન, કંપ્નીના માલિકો કુસુમ ખંડેલીયા અને કૌશલ ખંડેલીયાના સુરત પાર્લેપોઈન્ટના બ્રિજવાટીકા એપાર્ટમેન્ટ ખાતેના નિવાસ સ્થાન, શમર્િ જે કંપ્નીનામાં ડિરેક્ટર છે તે શાહ-પ્રજાપતિ એન્ડ કાું.ના ભાગીદારો ધવલ શાહનું આરટીઓ પાસે શિખાક્ષિલા ખાતેના નિવાસસ્થાન, ઘોડદોડ રોડ પરના સરગમ હાઉસ ઓફિસ, ઉપરાંત શમર્નિા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અડુકીયાના ઓફિસ, નિવાસસ્થાન મળી કુલ 12 ઠેકાણે આવકવેરા વિભાગ દ્વારા 50થી વધુ અધિકારીઓની સ્ટ્રેન્થ સાથે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ લંબાય તેમ હોય રાજકોટ, વડોદરા અને અમદાવાદથી વધુ અધિકારીઓને તપાસમાં સામેલ કરવા તેડાવ્યા છે. તપાસના પ્રાથમિક તબક્કામાં કુસુમ ખંડેલીયા અને કૌશલ ખંડેલીયાના ઘરેથી 45 લાખ રોકડ, 1 કિલો સોનું, 35 લાખની એફડી મળી આવી છે.


આ ઉપરાંત 10 બેન્ક એકાઉન્ટ અને 3 લોકર સીઝ કરાયા છે. શમર્િ અને તેની પત્ની અન્નપૂણર્િ દ્વારા બજારમાંથી લેવાયેલી રૂપિયા 6.50 કરોડની લોન તથા અંદાજે 80 કરોડની મિલકતોના દસ્તાવેજોની ઉલટતપાસ કરવામાં આવી રહી છે. પિવીએસ શમર્િ ના ઘરેથી આઇટી વિભાગને 3.5 લાખ રોકડ તેમજ ફ્લેટનો 3.5 કરોડ નો દસ્તાવેજ મળ્યો છે . જેની કિંમત આઇટી દ્વારા 7 કરોડની હોવાની અનુમાન છે.


અમદાવાદ ડીઆઈની સૂચનાથી સુરત ડીઆઈ અનિલ ભારદ્વાજ દ્વારા રેઈડ પ્લાન કરાઈ હતી અને સુરતના અધિકારીઓ વિના અમદાવાદ, વડોદરાના અધિકારીઓને બોલાવી તપાસ શરૂ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here