સુભાષબ્રિજ RTO બેકલોગ માટે લોકોને રૂબરૂ બોલાવે છે,ત્રણેય RTOમાં રોજના 400 અરજદારો આવે છે

0
68

સુભાષ બ્રિજ આરટીઓ અને વસ્ત્રાલ આરટીઓમાં જુના લાઇસન્સના બેકલોગની કામગીરીથી અરજદારો કંટાળી ગયા છે. ત્રણેય આરટીઓમાં બેકલોગ માટે રોજના અંદાજે 400 અરજદારો આવે છે.

રાજ્ય સરકારે કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખી અરજદારોને આરટીઓમાં રૂબરૂ ન બોલાવવા આદેશ કર્યો છે. અને ઓનલાઇન કામગીરી વધારવા પર ભાર મૂક્યો છે. ત્યારે સુભાષબ્રિજ આરટીઓમાં બેકલોગની કાર્યવાહી માટે અરજદારોને રૂબરૂ બોલાવાય છે. મહિલા એઆરટીઓ વિનીતા યાદવે કહ્યું કે, જૂના લાઈસન્સમાં બેકલોગ માટે અરજદારોને રૂબરૂ આવવાની જરૂર નથી. આમ છતાં ઇન્સ્પેક્ટરો અરજદારોને રૂબરૂમાં બોલાવે છે, અને ત્યારબાદ જ બેકલોગની અરજીનો નિકાલ કરે છે.

વસ્ત્રાલમાં એઆરટીઓ એસ.એમ.પટેલે બેકલોગ માટે એફિડેવિટ નહીં લેવાતી હોવાનું અગાઉ જણાવ્યું હતું. આમ છતાં વસ્ત્રાલમાં અરજદારો પાસે બિનજરૂરી એફિડેવિટ લેવાય છે. બાવળા એઆરટીઓમાં બેકલોગ માટે અરજદારોને રૂબરૂ બોલાવતા નથી. અમદાવાદની બંને આરટીઓ કચેરીઓમાં અધિકારીઓને સૂચના હોવા છતાં ઇન્સ્પેક્ટરો અરજદારોને બિનજરૂરી આરટીઓમાં ધક્કા ખવડાવે છે. રાજ્ય સરકાર દ્વારા અપાતી સૂચનાઓનું કેટલાક ઇન્સ્પેક્ટરો કોઈ પાલન કરતા નથી. તેવો અરજદારોએ રોષ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here