ભારત એશિયામાં સૌથી વધુ દેવાદાર: પાક.-બાંગ્લાદેશથી પણ પાછળ

0
159
  • ભારતની આર્થિક હાલત ખરાબ, વિક્રમજનક કરજનો પહાડ: દક્ષિણ એશિયામાં ભૂતાન અને લંકા બાદ જાહેર દેવું ભારત પર સૌથી વધુ: સપાટી 90 ટકા સુધી પહોંચી જશે


ભારતની સામે આર્થિક પડકારો અને નાણાકીય પડકારો અત્યંત ચિંતાજનક તબક્કામાં પહોંચી ગયા છે અને ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ દ્વારા જાહેર થયેલા અહેવાલ મુજબ ભારત પર કરજનો પહાડ વિક્રમજનક સપાટી પર પહોંચી ગયો છે. નાણાકીય વ્યવસ્થાપ્ન ખોરવાઈ ગયું છે.


મોનીટરી ફંડના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક ના ડેટા પરથી આ હકીકત બહાર આવી છે. જેમાં એવો ઉલ્લેખ છે કે ભારતનું જાહેર દેવું જીડીપીના રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચી ગયું છે અને ટૂંકમાં જ 90 ટકા સુધી પહોંચી જવાનો ખતરો છે.


આજ સુધીની ભારતની કરજની સ્થિતિ 89.3 ટકા સુધી પહોંચી ગઈ છે જો 2020 ના હિસાબે ગણતરી કરવામાં આવી છે અને પાછલા વર્ષે આ ટકાવારી 84.2 બેઠક જેટલી હતી. આમ ઉતરોતર દેશના જાહેર દેવા માં વધારો થતો રહ્યો છે. 2019માં કરજની આ સપાટી 72.3 ટકા જેટલી હતી જ્યારે 2015માં 68.8 ટકા જેટલી હતી.


અહેવાલમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતની જાહેર દેવા ની અત્યારની સપાટી છે તે બ્રાઝિલ અને આર્જેન્ટિના પછી સૌથી મોટી છે અને ખાસ કરીને ભારત જેવા મેજર અર્થતંત્ર ની સપાટી સૌથી વધુ રહી છે અને ચિંતાજનક છે. દક્ષિણ એશિયામાં હવે ભારત ભૂતાન અને શ્રીલંકા બાદ સૌથી વધુ કરજદાર દેશ બની ગયો છે.


ઇન્ટરનેશનલ મોનીટરી ફંડે એવી ચિંતા પણ વ્યક્ત કરી છે કે જાહેર દેવાની ભારતની ખરાબ હાલત બાંગ્લાદેશ પાકિસ્તાન કરતાં પણ વધુ બદતર દેખાઈ રહી છે. કેન્દ્ર સરકાર માટે નાણાકીય વ્યવસ્થાપ્ન એક મોટો પડકાર બની ગયો છે અને અર્જુનનો પહાડ એટલો બધો થઈ ગયો છે કે તેને ઉતારવા માટે પણ કેન્દ્ર સરકારે સાહસિક પગલું ભરવા પડશે અને ડિસઇન્વેસ્ટમેન્ટ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.


આમ પણ હજુ બે દિવસ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે રેલવે સંરક્ષણ વિભાગ અને બીએસએનએલની માલિકીની ખાલી પડેલી જમીનો મારફત કરોડો રૂપિયા એકત્ર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here