જો તમને પણ ડાયાબીટીસ છે તો નિયમિત સારવાર કરો તમારા ઘાવની નહિતર ઘાવ લેશે વિકરાળ રૂપ

0
79

ફોડ્લાઓ,ખંજવાળ, ઉઝરડા, નાના મોટા ઘાવ એ બધી સમસ્યાઓ જીવનનો એક ભાગ છે અને આપણે તેમના વિશે બહુ ચિંતા પણ નથી કરતા અને ઘરગથ્થું ઉપચારોથી જ તેની સારવાર કરી લેતા હોઈએ છીએ. ઘાવ ઉપર કાતો આપડે સામાન્ય પાટાપીંડી કરી કરી લેતા હોઈએ કાતો તેમની ઉપર એન્ટિબાયોટિક ક્રીમ લગાવી દેતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે જો તમને ડાયાબીટીસ હોઈ તો આ નાના નાના ઘાવ તમારા શરીરમાં મોટી સમસ્યા પેદા કરી શકે છે. અને ત્તેની સારવાર કર્યા વગર જ તો તેને છોડી દેવામાં આવે તો તેમાં ઇન્ફેકશન પણ લાગી શકે છે. 

જે વ્યક્તિને ડાયાબિટીઝ હોય, તેનો ઘાવ ભરાવામાં  લાંબો સમય લાગે છે. પરંતું અમુક વસ્તુને તમે ચપટી ભરમાં જ મટાડી શકો છો. જો તમને પણ ડાયાબીટીસ હોઈ તો જાણી લો અમુક ઉપચાર જે જલ્દી થી તમારા ઘાવ ભરી શકે.

શરીરના તમામ અંગોની સમયસર તપાસ  કરો.
સમયસર ઘાવની સારવાર કરવાની આદતને તમારા જીવનનો એક ભાગ બનાવી લેવો જોઈએ. શરીરની સાવધાની પૂર્વક તપાસ કરવી જોઈએ અને ચેક કરવું જોઈએ કે તમારા શરીરમાં ક્યાય કોઈ કાપ, કોઈ ફોલ્લો અથવા ફોલ્લા તો નથીને.

ડ્રેસિંગને ક્યારેય અવગણશો નહીં.
કોઈ પણ ઘામાં ડ્રેસિંગ કરવું ખુબજ જરૂરી છે.નિયમિત પણે ઘામાં સમયસર ડ્રેસિંગ કરતુ રેહવું જોઈએ.જે તમારા ઘાને મટાડવામાં મદદરૂપ થશે.અને તેમાં ચેપ લાગવાનું પણ જોખમ ઘટશે.

બ્લડ શુગરનું યોગ્ય પ્રમાણ જાણવી રાખો.
તમરા શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ જેટલું વધુ હશે એટલોજ વધુ સમય તમારા ઘા ભરવામાં લાગશે.તમારા ઘાને જલ્દી પૂરવા માટે તમારા બ્લડ શુગરનું પ્રમાણ યોગ્ય માત્રામાં જાણવી રાખો. સાથે સાથે પ્રોટીન, ખનીજ, જસત અને વિટામીન સી થી ભરપુર માત્ર વાળો ખોરાક લેવાનું રાખો.

નિયમિત વ્યાયામ કરતા રહો.

સમયસર કસરત કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે. અને લોહીના પ્રવાહમાં સુધારો થવાની સાથે નિષ્ક્રીયતાની સમસ્યા દૂર થઇ છે. માટે રોજ કસરત કરો. આ માટે જીમમાં જવું જરૂરી નથી, તમે ઘરે જ યોગા કરી અને નિયમિત ચાલવા પણ જઈ શકો છો. સાથે સાથે ડાયાબિટીસના, પ્રકાર, કારણો લક્ષણો, ટેસ્ટિંગ, નિવારણ અને સારવાર પણ એટલીજ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here