રાજકોટ સિવિલમાં કોવિડના સ્ટાફે ‘ગોરી રાધાને કાળો કાન’ સોંગ પર PPE કીટ પહેરી ગરબા લીધા.

0
141
  • કોરોનાના તણાવ વચ્ચે કોવિડ વિભાગનો નર્સિંગ સ્ટાફ હળવા મૂડમાં જોવા મળ્યો

કોરોનાની મહામારીના કારણે આ વર્ષે નવરાત્રિની મંજૂરી આપવામાં આવી નથી. જેથી લોકો પોતાના ઘરમાં જ ગરબા રમીને નવરાત્રિની ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગના સ્ટાફે ‘ગોરી રાધાને કાળો કાન’ સોંગ પર ગરબા રમીને રમઝટ બોલાવી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

સિક્યુરિટી-કોવિડ વિભાગમાં ફરજ બજાવતા સ્ટાફે ગરબા રમીને નવરાત્રિની ઉજવણી કરી
એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે અને બીજી તરફ નવરાત્રિના તહેવાર પર લોકો ઘરમાં જ ગરબા રમીને નવરાત્રિની ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે કોરોનાના તણાવ વચ્ચે સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગનો નર્સિંગ સ્ટાફ હળવા મૂડમાં જોવા મળ્યો હતો. હોસ્પિટલમાં જ સિક્યુરિટી અને કોવિડના વિભાગના ફરજ બજાવતા સ્ટાફે ગરબા રમીને નવરાત્રિની ઉજવણી કરી હતી.

સ્ટાફ PPE કીટ સાથે ગરબે ઘૂમ્યા
વીડિયોમાં જોઈ શકાય છે કે કોવિડમાં ફરજ બજાવતા સ્ટાફના 15 જેટલા લોકો PPE કીટ પહેરીને ગોરી રાધાને કાળો કાનના તાલે ગરબાના તાલે ઝુમી રહ્યાં છે. સ્ટાફે કોવિડના દર્દીઓની સારવાર કરવાની સાથે સાથે નવરાત્રિની પણ ઉજવણી કરીને પોતાના શોખ પૂરો કર્યો હતો.

અગાઉ સમરસ હોસ્ટેલના તબીબે PPE કીટ પહેરી ગરબા લીધા હતા
2 દિવસ પહેલા રાજકોટની સમરસ હોસ્ટેલના તબીબ ગૌરવ ગોહિલે ગરબાનો શોખ હોય PPE કીટ પહેરીને જ હોસ્ટેલના કમ્પાઉન્ડમાં દાંડિયા રાસ લીધા હતા. ગૌરવ ગોહિલે ‘મોખે યાદ સજણ કી આઈ’ ગતી પર સિક્સ સ્ટેપ ગરબા લીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ગૌરવ ગોહિલે જણાવ્યું હતું કે, દરેક વર્ષે હું ટ્રેડીશનલ ડ્રેસ પહેરી ગરબા રમવા જાવ છું. પણ આ વખતે મારી કોરોનામાં ડ્યુટી હોવાથી બહાર જવાનું શક્ય નહોતું. જેને લઈને મેં ફ્રી સમયમાં PPE કીટ સાથે સિક્સ સ્ટેપ રમીને મારો શોખ પુરો કર્યો હતો. સાથે જ PPE કીટ દ્વારા કોરોનાને પણ દૂર રાખ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here