સંકલિત બાળ વિકાસ યોજના હેઠળની પ્રવૃતિઓ અને કાર્યક્રમો ડિજીટલ પ્લેટફોર્મ દ્વારા નિહાળી શકાશે

0
79

જામનગર, ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળને સંકલિત બાળ વિકાસ યોજના (આઈ.સી.ડી.એસ.) હેઠળની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે હેતુથી ડિજીટલ પ્લેટફોર્મ દ્વારા પોષણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા મહીલા અને બાળ આરોગ્ય વિષય બાબતો પર માર્ગદર્શન આપવાનું શરૂ કરવામાં આવેલ છે. જેમાં મહિનામાં દર સોમવારે અને મંગળવારે વિવિધ કાર્યક્રમોનું પ્રસારણ બપોરના ૦૨:૦૦ થી ૦૩:૦૦ વાગ્યા દરમિયાન કરવામાં આવે છે. જેમાં આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ, સગર્ભા અને ધાત્રી માતાઓને રાખવાની સંભાળ અને કાળજી, કિશોરીઓને આરોગ્યની જાળવણી તેમજ જીવનમાં ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવે છે.

તા.૨૭-૧૦-૨૦૨૦ ના મંગળવારે “પૂર્ણા” દિવસ સેટકોમના માધ્યમથી કિશોરીઓને ‘કિશોરીઓમાં એનેમિયા અને તેને નિવારવાના ઉપાયો’ વિષય પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમ વંદે ગુજરાત ચેનલ-૧ અને યુટ્યુબના WCD GUJARAT ચેનલ તથા ફેસબુક WCD GUJARAT પેઈજના માધ્યમથી પણ નિહાળી શકાશે. તો આ કાર્યક્રમને જામનગરની વધુમાં વધુ કિશોરીઓ, વાલીઓ અને મહિલાઓ નિહાળે તેવી અપીલ જિલ્લા પોગ્રામ અધિકારીશ્રી દ્વારા કરવામાં આવે છે.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here