રાજકોટ પોલીસની કાબેલિયતથી દેશમાં ગુજરાત બન્યું નંબર-૧

0
244

સૌરાષ્ટ્રના પાટનગર તરીકે જાણીતા રાજકોટ શહેરમાં ૨૦ લાખની વસતી સામે પોલીસ લોકોની સુરક્ષા અને સેવા માટે હંમેશા તત્પર રહી છે. રાજકોટ શહેર પોલીસ રાજકોટના નગરજનોની રક્ષા માટે તત્પર રહે છે. સૌરાષ્ટ્રમાં રાજકોટનું નામ આગવું છે અને રાજકોટમાં વિવિધ ઉદ્યોગો પણ હરણફાળ ભરી રહ્યા છે ત્યારે આવા ઉદ્યોગોમાં કામ કરતાં ત્રણ લાખથી વધુ પરપ્રાંતીય શ્રમિકોને રાજકોટે રોજગારી આપી છે. રાજકોટમાં તહેવારોની ઉજવણીનું પણ અનેરું મહત્વ છે. જન્માષ્ટમી હોય કે નવરાત્રી રાજકોટના શહેરીજનો ઉજવણી કરવામાં માને છે ત્યારે આવી સ્થિતિઓમાં રાજકોટ શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થાની પડકાર‚પ સ્થિતિમાં પણ પ્રસંશનિય કામગીરી બજાવે છે અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ વચ્ચે શાંતિપૂર્વક કામગીરી કરવી તે રાજકોટ પોલીસ માટે જશનો વિષય રહ્યો છે. રાજકોટ શહેર પોલીસ લોકોની સલામતી, સુરક્ષા, શાંતિ અને વિશ્ર્વાસ સંપાદન કરવામાં સફળ રહી છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ બનેલી રાજકોટ સુરક્ષા કવચ એપ્લિકેશનને વર્ષ ૨૦૧૯માં આંતરરાષ્ટ્રીય પોલીસ એકસ્પોમાં એવોર્ડ મળતાં રાજકોટ પોલીસે ગુજરાતને નંબર-૧ બનાવીને દેશભરમાં ગુજરાતને ગૌરવ અપાવીને નામ રોશન કર્યું છે જેનો શ્રેય રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને જાય છે. આ એપ્લિકેશન દ્વારા ગુનેગારોને શોધવા અને ગુનાખોરીને અંકુશમાં રાખવા શહેર પોલીસને ખુબ જ મદદ મળી છે. વિવિધ પ્રકારના વિકાસ અને શહેરના સામાજિક વાતાવરણ વચ્ચે રાજકોટ શહેર પોલીસની સરાહનિય કામગીરી ગુજરાતભરમાં પ્રસંશાને પાત્ર બની છે અને રાજ્ય પોલીસવડાએ પણ તેની નોંધ લીધી છે.
રાજકોટ શહેરમાં ગુનેગારો અને ગુનાખોરીને નેસ્તનાબૂદ કરવા માટે રાજકોટ પોલીસે પ્રસંશનિય કામગીરી કરી છે તે માટે રાજકોટ પોલીસને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજકીય નેતાઓએ પણ ખોબલે-ખોબલે અભિનંદન આપ્યા છે. રાજકોટ શહેરને ગુનેગારો અને ગુનાખોરીથી મુકત કરવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ઝોન-૧ ડીસીપી પ્રવીણકુમાર મીણા, ઝોન-૨ ડીસીપી મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ખુબ જ સરાહનિય કામગીરી કરી છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગીની વાત આવે તો પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું નામ સૌપ્રથમ લેવાય છે. ગુજરાતમાં રાજકોટ પોલીસ કમિશનરે શહેરમાં ટેકનોલોજીનો કૂનેહપૂર્વક ઉપયોગ કરીને ક્રાઈમ રેટ કઈ રીતે ઘટાડી શકાય તેનો દાખલો બેસાડયો છે.


કોવિડ-૧૯ દરમિયાન પ્રસંશનિય કામગીરી
દેશભરમાં જ્યારે કોવિડ-૧૯ની પરિસ્થિતિ ખુબ જ ચિંતાજનક હતી ત્યારે પોલીસ માટે કોવિડ-૧૯ કે જે અજાતશત્રુ ‚પે હતો છતાં રાજકોટ પોલીસે કોરોનાની મહામારી અને ઉપદ્રવ વચ્ચે માનવતાનું ઉદાહરણ તો પુરું પાડયું સાથે સાથે પ્રસંશનિય કામગીરી કરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના નિયમોને આધિન રહીને પોલીસે કાયદાકિય કાર્યવાહીની કામગીરી કરી અને પડકાર‚પ કામગીરીમાં પણ પોલીસે રાજકોટ શહેરીજનોના દિલ જીતી લીધા. રાજકોટ શહેરમાં કોરોનાની મહામારી વખતે પોલીસે સીસીટીવી કેમેરા તેમજ વોચ ટાવર ઉભા કરીને કામગીરી બજાવી સાથે સાથે ફૂડ પેટ્રોલિંગ, ઘોડેસવાર પોલીસ અને વાહન ચેકિંગ સહિત અલગ-અલગ રસ્તાઓ ઉપર ચેકપોસ્ટ અને બેરિગેટ ઉભા કરીને કોરોનાની મહામારીમાં ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી બતાવી તેમજ હોમ કવોરોન્ટાઈન થયેલા લોકો તેમજ આઈસોલેટ કરાયેલા વિસ્તારોમાં પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી સાથે સાથે લોકોને જીવન જ‚રિયાતની ચીજવસ્તુઓ પુરી પાડવામાં પણ માનવતાના ધોરણે કામગીરી કરીને આવા લોકોને કોઈપણ વસ્તુની ઘટ ન રહે તેનું ખાસ ધ્યાન રાખીને ઘરે ઘરે જઈને રાશનકિટ વિતરણ કર્યું. લોકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ કરનાર વિ‚ધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી જેમાં ડ્રોન કેમેરાની મદદથી લોકડાઉનનો ભંગ કરનાર ૧૪૮૨ કેસ નોંધાયા. જ્યારે ૫૨,૭૭૬ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા, ૫૬૮ દુકાનદારો કે જેમણે નિયમનો ભંગ કર્યો તેમના વિ‚ધ્ધ કાર્યવાહી કરવામાં આવી. જ્યારે ૧,૫૫,૪૧૬ લોકો કે જેઓ માસ્ક પહેર્યા વગર મળી આવ્યા તેમની વિ‚ધ્ધ દંડાત્મક કાર્યવાહી કરી ‚ા.૬,૮૬,૫૯,૩૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો. જ્યારે સરકારના એપિડેમિટ એકટની કલમ ૨૬૯, ૨૭૦નો ભંગ કરવા બદલ ૧૧,૦૪૫ કેસ નોંધાયા જેમાં ૧૨,૧૯૬ વિ‚ધ્ધ કાર્યવાહી કરવામાં આવી. કવોરોન્ટાઈન સેન્ટર અને આઈસોલેટના ભંગ બદલ પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કાર્યવાહી કરવામાં આવી.
સેફ રાજકોટ એપ્લિકેશનની મદદથી શહેરના ૧૭,૨૯૫ લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી જેમાં પોલીસે આ એપ્લિકેશનની મદદથી પ્રસંશનિય કામગીરી કરી છે.

૨૦ વર્ષ બાદ રાજકોટ શહેરનો ક્રાઈમ રેટ ઘટયો
વર્ષ-૨૦૧૯માં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને તેમની ટીમે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી જે કામગીરી કરી તેના કારણે રાજકોટ શહેરનો ક્રાઈમ રેટ ૨૦ વર્ષ બાદ ઘટયો હતો જેની નોંધ રાજ્ય પોલીસવડાએ પણ લીધી છે. રાજકોટ શહેરનો ક્રાઈમ રેટ ઘટવાથી ખરા અર્થમાં પોલીસની કામગીરી દેખાઈ છે. 
આંકડાકિય માહિતી ઉપર નજર કરીએ તો ૨૦ વર્ષની સરખામણીમાં શહેર પોલીસ દ્વારા ૧૧,૨૩ એફઆઈઆરની નોંધણી કરીને ક્રાઈમ રેટમાં ઘટાડો લાવવામાં રાજકોટ પોલીસ સફળ રહી જેના માટે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ પોલીસ માટે સફળતાની સીડી ચડવામાં મહત્વનો રહ્યો. કારણ કે, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે સાથે રાજકોટ શહેરમાં લગાડવામાં આવેલ આઈ-વે પ્રોજેકટ અને સુરક્ષા સેતુ એપ્લિકેશન દ્વારા પોલીસે સરાહનીય કામગીરી કરી પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ગુનેગારો ઉપર ખાસ વોચ રાખવામાં આવી અને મોનિટરિંગ કરવામાં આવ્યું જેના કારણે ૧૨૫૦ બૂટલેગરો, ૨૪૫ ટપોરીઓ, ૧૩૯ હિસ્ટ્રિશીટરો અને ૫૩૫ જેટલા ગુનાઈત ઈતિહાસ ધરાવતાં શખસોને સુરક્ષા કવચ એપ્લિકેશન મારફતે પોલીસે આબાદ ઝડપી લીધા જેના કારણે વર્ષ ૨૦૧૯ની સરખામણીએ ૧૮ ટકા જેટલી એફઆઈઆરમાં ઘટાડો થયો. વર્ષ ૨૦૧૯માં ૨૯૧૯ અને વર્ષ-૨૦૧૮માં ૨૪૩૭ એફઆઈઆર નોંધાઈ જે ૨૦ વર્ષની સરખામણીમાં ક્રાઈમરેટ ઘટયો હોવાનું પુરવાર કરે છે. પોલીસે દા‚, જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ કરતાં તત્વો ઉપર પણ ધોંસ બોલાવીને રાજકોટ શહેરમાં નશામુકત બનાવવાની મુહિમને આગળ વધારી છે. રાજકોટ શહેરને સંપૂર્ણપણે નશામુકત કરવાનું બીડું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૧ પ્રવીણકુમાર મીણા, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા અને તેમની ટીમે ઝડપ્યું હોય તેમાં સફળતા મળી છે. નાર્કોટિકસ એકટ અંગેના ગુનાઓમાં વર્ષ ૨૦૦૩થી ૨૦૧૭ દરમિયાનના આંકડાઓમાં

દસગણો વધારો થયો છે અને ૩૯ જેટલા ગુનાઓ નોંધાયા છે. 
વર્ષ ૨૦૧૮થી ૨૦૨૦ સુધી ૩૦ ગુના નોંધાયા હતા. વર્ષ ૨૦૨૦માં નોંધાયેલા ગુનામાં ૧૮ ગુનામાં નશીલા દૃવ્યો ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં ૬ કરોડ, ૧૨ લાખ, ૩૨૪ કિંમતનો ગાંજો, ૩.૨૦ લાખની કિંમતનું હેરોઈન સહિતના કેસમાં પોલીસે નશીલા દૃવ્યોનું વેચાણ કરતાં તત્વો ઉપર ધોંસ બોલાવીને આવા ગુનાઓ પર અંકુશ મેળવી ખુબ જ સરાહનીય કામગીરી કરીને નશીલા દૃવ્યોના સૂત્રધાર સુધી પહોંચી ગુજરાતભરમાં ફેલાયેલા નશીલા દૃવ્યોના નેટવર્કને નેસ્તનાબૂદ કરી દીધું તેમજ શહેરના યુવાનો આવા નશાના માર્ગે ન ચડે તે માટે શહેરની શાળા-કોલેજો સહિતના સ્થળોએ નશા મુક્તિ માટેના વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. હોપ દ્વારા રાજકોટ શહેરના બે લાખ વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી માહિતી આપીને ખુબ જ ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું અને પ્રોત્સાહન પણ આપ્યું.

ખોવાયેલા બાળકોને શોધવામાં શહેર પોલીસ અવ્વલ નંબરે
રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ તાજેતરમાં ખોવાયેલા બાળકોને શોધી કાઢવા માટે ગુજરાત પોલીસ ગંભીર બનીને કામગીરી કરશે તેમ જણાવ્યું હતું ત્યારે રાજકોટ પોલીસે ખોવાયેલા બાળકો શોધી કાઢવામાં ખુબ જ સારી કામગીરી કરી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં રાજકોટ પોલીસનો ખોવાયેલા બાળકો શોધી કાઢવામાં ડંકો વગાડી દીધો છે. શહેર પોલીસે ૭૨૫ ખોવાયેલા બાળકોને શોધી કાઢવા માટે સુંદર કામગીરી કરી ૬૭૫ બાળકોને તેના માતા-પિતા સાથે મિલન કરાવી ખુબ જ સરાહનીય કામગીરી કરી છે.
 

 મહિલાની સુરક્ષા
રાજકોટ શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને પણ પોલીસે ખુબ જ સારી કામગીરી કરી છે. 
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને તેમની ટીમે શહેરભરના તમામ પોલીસ મથકોમાં દૂર્ગાશક્તિ ટીમ ઉભી કરી મહિલાઓની સુરક્ષા માટે ખાસ એકશન પ્લાન બનાવ્યો છે અને રાજકોટ શહેરની મહિલાઓને પોલીસે દુર્ગાશક્તિની ટીમ દ્વારા સુરક્ષા કવચ પુરું પાડયું છે.
 

ટ્રાફિક નિયમનની કામગીરી
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા ડીસીપી પ્રવીણકુમાર મીણા અને ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા શહેરમાં ગંભીર બનતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે ખુબ જ અસરકારક પગલાં લીધા જેમાં રાજકોટ શહેરની ૨૦ લાખની વસતી સામે મજબૂત ટ્રાફિક મેનેજમેન્ટ કરીને ટ્રાફિકનો પ્રવાહ સરળ બને તે માટે પગલાં ભરવામાં આવ્યા જેમાં ટ્રાફિક બેરીગેટનો ઈન્ટેલીજન્સ ઉપયોગ, લેન્ડ ડ્રાઈવિંગનો અમલ તેમજ ટ્રાફિકની જાગૃતતા માટે વિવિધ કાર્યક્રમો, હોર્ડિંગ્સ અને પોસ્ટરો દ્વારા લોકોમાં ટ્રાફિક પ્રત્યેની જાગૃતતા લાવીને ઉમદા ઉદાહરણ પુરું પાડયું સાથે સાથે આરટીપી ટ્રાફિક મોનિટરિંગ એપ્લિકેશન મારફતે ઈ-ચલણ આપીને ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વિ‚ધ્ધ કાર્યવાહી કરવામાં આવી.
 

સુરક્ષા કવચ એપ્લિકેશન
પોલીસે સુરક્ષા કવચ એપ્લિકેશન મારફતે ગુનેગારોને શોધી કાઢીને તેમના વિ‚ધ્ધ કાર્યવાહી કરી રાજકોટ શહેરમાં ગુનેગારો સામે થયેલી કાર્યવાહીમાં આધુનિક ટેકનોલોજીનો સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો જેના કારણે પોલીસની કામગીરી પણ ખુબ જ સરળ બની ગઈ.
 

ઈ-કોપ એપ્લિકેશન
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેર પોલીસ વિભાગના તમામ અધિકારીઓને ઈ-કોપ એપ્લિકેશનનો ઉપયોગ કરીને રાત્રી પેટ્રોલિંગ દરમિયાન તેમજ ફરજ દરમિયાન તેમની હાજરી આધુનિક ટેકનોલોજીની મદદથી જાણી શકાય તે માટે પગલાં લીધા અને બાયોમેટ્રિક હાજરી અને લોકેશનની કામગીરી કરીને કોઈ કર્મચારી ફરજ દરમિયાન ગુટલી ન મારે તેનું ખાસ ધ્યાન પણ રાખ્યું.
 

સાયબર ક્રાઈમ
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના પ્રયાસોથી રાજકોટ શહેરમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત થયું જેમાં સાયબર ક્રાઈમને લગતા ગુનાઓની તપાસ માટે અલગ ટીમ બનાવવામાં આવી. એસીપી અને પીઆઈ સહિતના મહેકમને મંજૂરી મળી અને સરકારે રાજકોટ શહેરમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની મંજૂરી આપી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શ‚ થતાં રાજકોટ શહેર પોલીસે ખોવાયેલા કે ચોરાયેલા ૧૫૩૧ મોબાઈલ કે જેની કિંમત ૨.૦૬ કરોડ થાય છે તે સફળતાપૂર્વક શોધી આપીને તેના મુળ માલિકને પરત કર્યા તેમજ સાયબર ક્રાઈમમાં પોલીસે ઓનલાઈન થયેલી છેતરપિંડીમાં પણ ખુબ જ પ્રસંશનિય કામગીરી કરી રૂ.૯૫,૧૯,૦૯૯ જેટલી રકમ તેના મુળ માલિકના ખાતામાં જમા કરાવી.
 

 વ્યાજખોરો સામે કડક કાર્યવાહી
રાજકોટ શહેર પોલીસે વ્યાજખોરો સામે સકંજો કસવા માટે ખુબ જ પ્રસંશનિય કામગીરી કરી અને વ્યાજખોરો વિ‚ધ્ધ કાર્યવાહી કરવા માટે દરેક પોલીસ સ્ટેશનમાં ખાસ કેમ્પનું આયોજન કર્યું અને આવા વ્યાજખોરો વિરૂધ્ધ મનીલોન્ડરિંગ એકટ હેઠળ અને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે લોક દરબારનું આયોજન કયુર્ં જેમાં વર્ષ ૨૦૧૮માં ૬૦, ૨૦૧૯માં ૩૧ અને ૨૦૨૦માં વ્યાજખોરો વિ‚ધ્ધ ૧૨ ગુનાઓ દાખલ થયા.
 

ચકચારી કેસના ભેદ ઉકેલાયા
રાજકોટ શહેર પોલીસ દ્વારા અનેક ચકચારી કેસના ભેદ ઉકેલીને પ્રસંશનિય કામગીરી કરી જેમાં થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો નાની બાળકી સાથેના દુષ્કર્મ અને હત્યા કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો તેમજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં બાળકીની હત્યાના બનાવમાં પણ આરોપીને ઝડપી લેવામાં આવ્યો તેમજ એક વર્ષની બાળકીને જામનગર વેચી નાખનાર ગેંગના સભ્યોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધી તેમજ રાજકોટમાં ચોરી કરતી ગેંગ લૂંટ, હત્યાના ચકચારી બનાવોમાં પણ પ્રસંશનિય કામગીરી કરી રાજકોટ શહેર પોલીસનું નામ ગુજરાતભરમાં ગૂંજતું કરી દીધું તેમજ ઈમરાન નામના શખસને ઝડપી લઈ આંતરરાજ્ય કાર લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો તેમજ નાની બાળકીની હત્યા કરનાર રાજસ્થાનના વિક્રમ નામના શખસને ઝડપી લીધો જેણે રાજસ્થાનમાં પણ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કર્યાનો સનસનીખેજ ખૂલાસો થયો. ઉપરાંત આંતરરાજ્ય કાર ચોર ગેંગને પણ ઝડપી લઈને રાજકોટ શહેર પોલીસે ગુજરાતભરમાંથી થયેલી કાર ચોરીની વારદાતને અંજામ આપનાર ટોળકીને ઝડપી પાડી.
 

કોરોનાની મહામારી વચ્ચે શહેર પોલીસ ફરજ ઉપર તૈનાત રહી
કોરોનાની મહામારી વચ્ચે પણ રાજકોટ શહેર પોલીસે પોતાની ફરજ બજાવી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેર પોલીસ વિભાગના અધિકારીઓ કોરોના સંક્રમિત ન થાય તે માટે ખાસ કરીને ૫૦ વર્ષથી ઉપરના પોલીસ કર્મચારીઓને ફિલ્ડવર્કના બદલે પોલીસ સ્ટેશનમાં જ કામગીરી કરે તેવી વ્યવસ્થા ઉભી કરી સાથે સાથે શહેર પોલીસના તમામ પોલીસ સ્ટેશન, પીએસઓ ચેમ્બર, પીઆઈ ચેમ્બર અને પોલીસના વાહનોને સેનેટાઈઝ કરવામાં આવ્યા તેમજ પોલીસની પીપીઈ કિટ આપવામાં આવી જેથી આરોપીની ધરપકડ વખતે પોલીસ સુરક્ષિત રહે તેમજ પોલીસ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કર્યું અને પોલીસ સ્ટેશનમાં પીએસઓ માટે ખાસ માઈકની વ્યવસ્થા કરવામાં આવી જેથી ઓછામાં ઓછો અરજદારો સાથે સીધો સંપર્ક કરવાના બદલે દૂરી રાખીને કામગીરી કરી શકાય તેમજ સામાજિક સંગઠનો દ્વારા શહેર પોલીસના તમામ કર્મચારીઓ માટે કોરોનાના રક્ષણ સામે આયુર્વેદિક દવા અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. શહેર પોલીસના શહિદોને શ્રધ્ધાંજલી પણ આપવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here