ચૂંટણી રેલી માટે પંચની મંજૂરી સામે ભાજપ સુપ્રીમમાં જશે, શિવરાજે કહ્યું- બિહારમાં તો રેલીઓ થાય છે, અહીં પ્રતિબંધ કેમ?

0
66

મધ્ય પ્રદેશની પેટાચૂંટણીમાં રેલીઓ માટે ચૂંટણીપંચની મંજૂરી જરૂરી હોવાના હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ ભાજપ સુપ્રીમકોર્ટમાં જશે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, અમે માનનીય અદાલતનું સન્માન કરીએ છીએ. તેથી શાડોરા અને બરાચની સભાઓ રદ કરી દીધી. જોકે, બિહારમાં રોજ સભાઓ થઇ રહી છે પણ મધ્ય પ્રદેશમાં નથી થઇ શકતી. એક દેશમાં આ પ્રકારના વિરોધાભાસી કાયદા ન હોઇ શકે. અમને વિશ્વાસ છે કે સુપ્રીમકોર્ટમાં ન્યાય મળશે.

નોંધનીય છે કે મધ્ય પ્રદેશ હાઇકોર્ટની ગ્વાલિયર બેન્ચે આદેશ કર્યો હતો કે 9 જિલ્લાના કલેક્ટર કોઇ પણ રાજકીય પક્ષ કે તેના ઉમેદવારને જાહેર સભા કે રેલીનો આદેશ નહીં આપી શકે. આ જિલ્લાઓમાં ઓનલાઇન સભા શક્ય ન હોય તો જાહેર સભા માટે ચૂંટણીપંચની મંજૂરી લેવાની રહેશે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ચૂંટણી પંચના નિયમો અંગે કહ્યું કે ભાજપ ચૂંટણીપંચ અને અદાલતો પર ભરોસો ધરાવતો પક્ષ છે. પંચે જે આદેશ કર્યો છે તેનું બધાએ પાલન કરવું જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here