- રૈયાધારે શિતલ પાર્ક અને યુનિવર્સિટી રોડ વિસ્તારમાં 126 મકાનો, 15 વાણિજ્ય હેતુ માટેના બાંધકામ પર બુલડોઝર ફેરીવી દેવાયું: 90263 ચો.મી. જમીન પરનું દબાણ દૂર
રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે સવારથી રૈયાધાર વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બજારભાવ મુજબ અંદાજે 210 કરોડ પિયાની જમીનના દબાણો ખુલ્લા કરાવવામાં આવ્યા હતાં.
મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની સૂચના મુજબ ટાઉનપ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા આજે સવારે રૈયાધાર વિસ્તારમાં પહોંચી ગયા હતાં. બુલડોઝર, પોલીસ કાફલો, વિજિલન્સ સ્ટાફ અને મજુરોને સાથે રાખી રૈયાધારે પહોંચ્યો હતો. ટીપી સ્કીમ નં.9 ફાઇનલ પ્લોટ નં.5માં 3 મકાન, ફાઇનલ પ્લોટ નં.1માં 12 મકાન, હિંમતનગર આદર્શ નિવાસી શાળા વાળા રસ્તે 33 મકાન, આર.કે. હોલ ટાવર રોડ પાસે આવેલી જમીનમાં 24 મકાન અને ટીપી સ્કીમ નં.4 રૈયામાં જે.કે. ચોકથી આકાશવાણી ચોક સુધીના વિસ્તારમાં 15 કોમર્શિયલ દબાણો મળી કુલ 141 દબાણો દૂર કરાયા છે. 90263 ચો.મી. જમીન પરનું દબાણ દૂર કરાયું છે. આ જમીનની હાલની બજાર કિંમત ા.2,10,48,90,000ની જમીન દબાણ મુકત કરાવી છે.
દબાણ હટાવની આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના આસી. ટાઉન પ્લાનર અજય એમ.વેગડ, આર.એમ.મકવાણા, એ.જે. પરસાણા, પી.ડી.અઢીયા, જી.ડી.જોષી, એ.આર.લાલચેતા, વી.વી.પટેલ, એસ.એસ.ગુપ્તા, આસી. એન્જિનિયર હર્ષલ દોશી, વી.ડી.સિંધવ, એમ.એ.ખાનજી, વિપુલ મકવાણા, વી.પી.બાબરીયા, જયદિપ એસ.ચૌધરી, ઋષિ ચૌહાણ, એડી.આસી. એન્જિનિયર તુષાર એસ.લીંબડીયા, અશ્ર્વિન પટેલ, મનોજ પરમાર, સુરશ કડીયા, દિલીપ પંડયા, દિલીપ અગ્રાવત, તમામ વર્ક આસી., તમામ સર્વેયર તથા અન્ય ટી.પી. સ્ટાફ હાજર રહેલ, આ ઉપરાંત રોશની શાખા, જગ્યા રોકાણ શાખા, એસ.ડબલ્યુ.એમ શાખા, બાંધકામ શાખા, ફાયર બ્રિગેડ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વિજિલન્સ ડીવાયએસપી આર.બી.ઝાલા સહિતનો સ્ટાફ સ્થળ ઉ5ર હાજર રહેલ.
- આજી ડેમ નજીક રેવન્યુની જમીન પરના 60થી વધુ મકાનો તોડી પડાયા
- મહાનગરપાલિકાને ઝૂ ફોરેસ્ટ્રી માટે ફાળવેલી 156 એકર જમીનમાં દબાણ દૂર કરાયું
રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને ઝૂ ફોરેસ્ટ્રી માટે ફાળવવામાં આવેલી 156 એકર જમીન પૈકી અમુક જમીનમાં મોટા પ્રમાણમાં દબાણ થઈ ગયું હોવાની ફરિયાદ મળતા કલેકટર રેમ્યા મોહનની સૂચના મુજબ પૂર્વ ઝોનના ઈન્ચાર્જ મામલતદાર સી.એમ. દંગીની આગેવાની હેઠળ આજે આજી ડેમની પાછળના ભાગે કિસાન ગૌશાળા નજીક મેગા ડિમોલિશન યોજવામાં આવ્યું હતું.
રાજકોટ સર્વે નં.237ની આ જમીનમાં કાચા-પાકા 60થી વધુ રહેણાંક મકાનો બની ગયા હોવાની ફરિયાદ તંત્રને મળતાં આજે ઈન્ચાર્જ મામલતદાર દંગી, સર્કલ ઓફિસર ફિરોઝભાઈ, આર.કે. વાછાણી સહિતની ટીમ બૂલડોઝર અને પુરતા પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી અને ગણતરીના કલાકોમાં તમામ મકાનો પર બૂલડોઝર ફેરવી દઈને દબાણ દૂર કરાવ્યું હતું. આ જમીનની કિંમત કરોડો પિયામાં થવા જાય છે.
જિલ્લા કલેકટર કચેરીની ટીમ દબાણ હટાવની કામગીરી માટે ગઈ ત્યારે બનાવના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા પરંતુ પુરતો પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહી હતી.