ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ પહેલીવાર દીપિકાએ કરી ટ્વીટ,વાંચો શું લખ્યું દીપિકાએ

0
127

અભિનેત્રી દીપિકા પાદુકોણ માટે આ વર્ષ  ખૂબ ભારે રહ્યું. પહેલા કોરોનાને કારણે તેની મેગા બજેટ ફિલ્મ  મુલતવી હતી અને પછીથી તે ડ્રગ્સના કેસમાં ફસાઈ હતી. છેલ્લા મહિનામાં દીપિકાની એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

એનસીબીની તપાસ બાદ દીપિકાએ પહેલી વાર સોશ્યલ મીડિયામાં ટ્વીટ કર્યું હતું.અને એક્ટીવ થતા તેમણે પ્રભાસને તેમના જન્મ દિવસ ઉપર શુભેચ્છા આપતી ઇન્સ્ટા સ્ટોરી પર પ્રભાસનો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે ‘તું હંમેશાં સ્વસ્થ અને સુખી રહે. હું આશા રાખું છું કે આ વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહે.પ્રભાસ દીપિકા પાદુકોણ સાથે એક ફિલ્મ કરવા જઈ રહ્યો છે .તે ફિલ્મનું નામ હજુ જાણવા નથી મળ્યું, પરંતુ દીપિકાએ ખુદ થોડા મહિના પહેલા જ આ  ફિલ્મની ઘોષણા કરતા કહ્યું હતું કે તે સાઉથ સુપરસ્ટાર્સ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે.

શુસાંત સિંહના કેસની પૂછપરછ દરમિયાન રિયા ચક્રવર્તીનું નામ સામે આવ્યા બાદ રીયાએ અનેક અભિનેત્રીના નામો આપ્યા હતા. જે બાદ ડ્રગ્સના કેસમાં અભિનેત્રી દીપિકા પદુકોનનું નામ આવ્યું હતું.ત્યારથી સોશ્યલ  મીડિયામાં એક્ટીવ ન રહેતી દીપિકાએ પહેલી વખત ટ્વીટ કર્યું હતું અને પ્રભાસને જન્મ દિવસની સુભેરછા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here