વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં ત્રણ સભાઓને સંબોધન કર્યું હતું. ભાગલપુરમાં રેલીમાં વડા પ્રધાને લોકોને તહેવારો પર ફક્ત સ્થાનિક ચીજવસ્તુઓ જ ખરીદવાની અપીલ કરી હતી.
ભાગલપુર રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિક લોકો માટે સ્વનિર્ભર અને વોકલ ફોર લોકલ બિહારના નારાને પણ પુનરાવર્તિત કર્યા હતા.ભાગલપુરની સિલ્કી સાડીઓ, અન્ય ઉત્પાદનોનો ઉલ્લેખ કરતા અને કહ્યું પીએમે ચોક્કસપણે માટીની વસ્તુ, દીવા અને રમકડા જેવી સ્થાનિક વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ કર્યો હતો. તેમજ સાથે મળીને બિહારને આત્મનિર્ભર બનાંવવાની વાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારતનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે પીએમની અપીલે સ્થાનિક ઉદ્યોગ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.