દશેરા નિમિત્તે આરોગ્ય વિભાગના દરોડા, 30 મીઠાઇ-ફરસાણના વેપારીને નોટિસ, 42 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો

0
132
  • આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યુ

નવરાત્રિ-દશેરાના તહેવારોને અનુલક્ષીને રાજકોટ શહેરમાં મીઠાઇ-ફરસાણ સહિતના ખાદ્યપદાર્થોનું વ્‍યાપક પ્રમાણમાં ઉત્‍પાદન અને વેચાણ થતું હોવાથી આરોગ્ય વિભાગે ઠેર-ઠેર ચેકિંગ હાથ ધર્યુ હતું. જે દરમિયાન 30 લોકોને નોટિસ ફટકારી 42 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો હતો. કોવિડ-19ની મહામારીને ધ્‍યાનમાં લઇ અને સરકારની ગાઈડલાઈન મુજબ ચકાસણી કરવામાં આવી હતી.

42 કિલો અખાદ્ય સામગ્રી નાશ કરવામાં આવી
આરોગ્ય વિભાગની ચેકિંગની કાર્યવાહી દરમિયાન ઉત્પાદન માટે વપરાશમાં લેવાતા ઘી/તેલનો પ્રકાર દર્શાવતું બોર્ડ, પેકિંગ માટે છાપેલી પસ્‍તીનો ઉપયોગ, લુઝ મીઠાઇની ચોકી પર યુઝ-બાય-ડેઇટ હોવા અંગે, ઉત્‍પાદન દરમિયાન હાઇજિન જાળવવા બાબતે ચકાસણી હાથ ધરી નિયમોનો ભંગ કરનાર 30 લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી. ચકાસણી દરમિયાન સ્‍થળ પરથી છાપેલી પસ્‍તી અને 42 કિલો અખાદ્ય સામગ્રી નાશ કરવામાં આવી હતી.

શહેરના 30 લોકોને નોટિસ ફટકારી

રાજકોટની ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગે ચેકિંગ કરી નોટીસ ફટરારી

રાજકોટની ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગે ચેકિંગ કરી નોટીસ ફટરારી

રાજકોટની ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગે ચેકિંગ કરી નોટીસ ફટરારી

રાજકોટની ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગે ચેકિંગ કરી નોટીસ ફટરારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here