“રાજવીકાળ માં ૧૦૮ માળાના મણકે પ્રજા ને વિકાસ કાર્યોની ભેટ પ્રદાન કરનાર ગોંડલ ના પ્રજા વત્સલ મહારાજા સર ભગવતસિંહજી”

0
89

૨૪ ઓક્ટોમ્બર એટલે ગોંડલ ના પ્રજાજનો ને ઉમંગ ,ઉત્સાહ અને આંનદ હોય…”ધ મેકર ઓફ મોર્ડન” ગોંડલ ના પ્રણેતા અને ગોંડલ ની પ્રજાના વિકાસ અર્થે પોતાનું સંપૂર્ણ જીવન ઘસી નાખનાર પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીની જન્મ જ્યંતી…


ધાર્મિક વ્યક્તિ જે રીતે ઈશ્વર પ્રાપ્તિ માટે માળાના મણકા ફેરવી ભજન અને સ્મરણ કરે તેવા અનેક વંદનીય વ્યક્તિત્વના દર્શન આપણે કર્યા છે… પરંતુ “ગોંડલ બાપુ” એ જાણે પોતાના પ્રજાજનો માં જ ઈશ્વર ના દર્શન કરતા હોય અને માળાની અંદર ૧૦૮ મણકા હોય તેમ એક એક મણકે મણકે ગોંડલ રાજ્ય ને સુખ સુવિધા માટે વિકાસ કાર્યોની ભેટ પ્રદાન કરી હતી….


પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીના શાસન કાળમાં અનેક પ્રજાહિતના કાર્યોનો સમાવેશ થાય છે… પરંતુ મુખ્યત્વે રાજવીકાળમાં અશક્ય હોય તેવા ૧૦૮ મહાન કાર્યો ની સ્મૃતિ કરવાનો નમ્ર પ્રયાસ કરું છું…એ સમય માં મફત અને ફરજીયાત શિક્ષણ ,કન્યા કેળવણી,ભાર વિનાનું ભણતર,ઉચ્ચ શિક્ષણ , શિષ્યવૃત્તિ ,ગામડે-ગામડે શાળાઓ, સાહિત્ય શિક્ષણ ,વ્યાયામ શાળા ,શ્રેષ્ટ શિક્ષકો ને તૈયાર કરવા માટે અધ્યાપન મંદિર,સંગીત શિક્ષણ ,ઉચ્ચ શિક્ષણ પુરુસ્કાર,અંગ્રેજી ગુજરાતી ભાવના મય વાંચન માળા પળતર ભાવે પ્રસિધ્ધ, સંગ્રામજી હાઈસ્કૂલ નું નિર્માણ,મેટરિકની પાંચ હાઈસ્કૂલો ,ગ્રામ સુધારણા,વહીવટી સુધારણા,આત્મનિર્ભરતા,રેલવે સેવા,રેલવે વિસ્તરણ ,આધુનિકતા,વિરલ વેરી તળાવ ,પ્રાથમિક સુધારણા,કૃષિ પ્રદર્શન ,દુષ્કાળ નિવારણ , રસશાળા ઔષધાઆશ્રમ, સમાજ સુધારણા ના નવા નિયમો,ખેતી સુધારણા ,ગરાસિયા કોલેજ,નગર પૂ:ન રચના ,ફરિયાદોનો ત્વરિત નિકાલ, અંડરગ્રાઉન્ડ વીજળી, અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ,ફિલ્ટર પાણી,ગૌ હત્યા પ્રતિબંધ,કરકસર યુક્ત વહીવટ,દુષ્કાળમાં ખેડૂતો ને રાહત પેકેજ ,દુષ્કાળમાં પશુ ભૂખ્યા ન મરે તે હેતુથી ઘાસચારો, રાહત કેમ્પો, દારૂબંધી,સજીવ વૃક્ષ સંરક્ષણ ,વૃક્ષ છેદન ને બાળહત્યા સમાન ગુન્હો,વૃક્ષ ઉછેરવા માટે કોન્ટ્રકટ, નવા કુવા અને તળાવો અને નહેરો ,જકાત માફી,કુરિવાજો નો ત્યાગ ,અપંગ નિરાધાર માનવીઓ માટે પ્રબંધ, બાઈ સાહેબબા નિરાશ્રિત ગૃહ ,ગામડે ગામડે ટેલિફોન સુવિધા ,બાગ બગીચા ,કલાત્મક ભગવત રંગમંડપ ,પચાસ ફૂટ પહોળા રસ્તા ,દસ ફૂટ ફરજીયાત ફૂટ પાથ ,વરસાદી પાણીના નિકાલ માટે ડેનેજ સુવિધા,પુલોના બાંધકામ માટે કોન્ટ્રાકટર પાસે ૧૦૦ વર્ષના બોન્ડ અને રોડ રસ્તાઓ માટે ૨૦ વર્ષ ના બોન્ડ લખાવવાનો કડક નિયમ,ગોંડલ રાજ્ય માં ૬ મોટા પુલો તથા એક હજાર નાળા તથા ૩૬૦ માઈલ પાકી સડકો , પશુઓને પાણી પીવા માટે ના અવેડા, કોઈ પણ ઇલેક્ટ્રિક મોટર વગર શહેરના ખૂણે ખૂણે પાણી, ગોંડલ ધોરાજી ઉપલેટા ૩ મુખ્ય શહેરો નું નવેસર થી ઘડતર , રોડ રસ્તાની બંને સાઈડ વૃક્ષો,લોકોને પીવાના પાણી માટે તાંબાની પાઇપ લાઈન ,વેરી દરવાજો તથા ગામડે ગામડે મુખ્ય દરવાજાઓ ,ખેડૂતોને અઘાટ હક ,અચળ હળવી વિઘોટી ,ચોકે ચોકે ફરજીયાત ગોળાઈ,મુખ્ય શહેરો માં દવાખાના ,ઓપરેશન થિયેટર અને હવા ઉજસવાળા વોર્ડ,પ્રસુતિ ગૃહ , નર્સિંગ અને દાયણ નું શિક્ષણ ,૧૮૮૫ માં મોબાઈલ (ડિસ્પેન્ડરી) હરતા ફરતા દવાખાના ,હડકવા અને સાપના ઝેર વિરોધી રસીઓનો સ્ટોક ફરજીયાત ,રમત-ગમતના મેદાનો,દેશી રમત ગમત ને ઉત્થાન ,ધર્મશાળાઓ, રાજકુમારોને નોકરી ફરજીયાત,રાજના કર્મચારીઓને પેનસન સુવિધા,પક્ષીઓ માટે ચણ ના ઓટા, શિકાર પ્રતિબંધ,પોલીસ થાણા,વિલેજ પોલીસ , પોલીસ પ્રજા ની મિત્ર,કાયદા સમક્ષ બધા સરખાના નિયમ,ફરિયાદી ને ઘરે જઈને રૂબરૂ પોલીસ અમ્લદારોએ ફરિયાદ લેવી ફરજીયાત, સુધરાઈ કચેરી ,હુન્નર ઉદ્યોગ શાળા , ખેડૂતો અને મજદૂરો માટે થાકલા, દરેક કચેરી માં સમયની કતીબ્ધતા, રાજના કર્મચારીઓ ને યુનિફોર્મ ફરજીયાત ,રાજ્યના કર્મચારી ઉપર” તલબાનું “નિયમ ,ફરગ્યુસન કોલેજમાં સીટ અનામત,કુદરતી આફત ના વેપારીઓ ને વળતર , કોષ કચેરીની સ્થાપના, ભગવત ગૌ મંડલ (ગુજરાતી શબ્દકોશ),આયુર્વેદિક ગ્રંથ ,ગિરસદારી પ્રથા નાબૂદ,બાળ હત્યા પ્રતિબંધ ,બીજા વિશ્વ યુદ્ધમાં અન્ય દેશોના સેંકડો પરિવારો ને આશરો,જેલમાં કેદી સુધારણા યોજના , ફાંસી પ્રથા બંધ ,ન્યાય-કાયદો અને વ્યવસ્થા ,પશુ પંખી ઝાડને અભયના સામ્રાજ્યનો કાયદો,કલામય ગલીચા ના કારખાના ,સિમેન્ટ ઉદ્યોગ ,ગ્રામ્ય ઉદ્યોગ ,પ્લાસ્ટર ઓફ પેરિસ ની પ્રતિમાં નો ઉદ્યોગ ,સાબુની ફેકટરીઓ,ચામડા ઉદ્યોગ ,ચીનાઈ માટીના વાસણો નો ઉદ્યોગ …આમ અનેક પ્રજાલક્ષી યોજનાઓ પૂર્ણ કરી નગરજનો અને ગ્રામજનોને વાસ્તવિકતામાં સુખ સગવડ અને શાંતિની અનુભૂતિ કરવી હતી.


” સૌથી પહેલા ગોંડલ”અને “પોતાની પહેલા બીજા”સુત્રોને સાચા અર્થમાં સાર્થક કર્યા અને ગોંડલ ની પ્રજાએ ઉમંગ ,ઉત્સાહ અને ભાવ સાથે રૂણ સ્વીકાર બદલ”ગોંડલ બાપુ” ના શાસન કાળના સુવર્ણ મહોત્સવ પ્રસંગે બાપુને “સોના ભારો ભાર તોળીયા “અને એ સોનાનો પણ બાપુએ ગોંડલ ની પ્રજા ના કલ્યાણ અર્થે વાપરવાનું જાહેર કર્યું….


આવા સેવા પરાયણ પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીની જન્મ જ્યંતી નિમિતે નત મસ્તકે વંદન સહ સ્મરણાંજલિ અર્પણ… આ સાથે આ લેખ ગોંડલ ના ઐતિહાસિક દરબાર ગઢમાં બેસીને લખવાનો અવસર મળ્યો છે તે બદલ વર્તમાન મહારાજા જ્યોતિન્દ્રસિંહજી તથા મહારાણી કુમુદકુમારીબા તથા યુવરાજ હીમાંશુસિંહજી નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here