ઈજનેરી, આર્કિટેક્ટ, ફાર્મસીના વિવિધ સેમ માટે નવો અભ્યાસક્રમ તૈયાર કરાયો

0
74
  • જીટીયુની બોર્ડ ઓફ સ્ટડીઝે રોજગારીની વધુ તક આપે તેવો કોર્સ તૈયાર કર્યો
  • વિવિધ ફેકલ્ટીના 50 હજારથી વધુ વિદ્યાર્થી માટે દિવાળી પછી અમલ કરાશે

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીમાં ડિગ્રી ઈજનેરી, ડિગ્રી આર્કિટેક્ટ, સેમેસ્ટ-6 ફાર્મસી સેમેસ્ટર-8, એમબીએ સેમેસ્ટર-3, એમસીએમાં નવો અભ્યાસક્રમ ડિઝાઇન કરાયો છે. જીટીયુની બોર્ડ ઓફ સ્ટડીઝ (બીઓએસ)ના સભ્યોએ 6થી 12 મહિનાની લાંબી કવાયતના ભાગરૂપે નવો અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. આગામી દિવસોમાં મળનારી એકેડમિક કાઉન્સિલની બેઠકમાં આ નવા અભ્યાસક્રમની ઔપચારિક મંજૂરી લેવાશે. દિવાળી બાદ આશરે 50 હજાર વિદ્યાર્થી માટે આ નવો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવશે.

ગ્લોબલાઇઝેશન અને નોલેજ બેઝ ઈકોનોમીના યુગમાં વર્તમાન સમયની માંગને અનુરૂપ ઈન્ડસ્ટ્રીઝની ડિમાન્ડને પહોંચી વળવા, એમ્પ્લોએબલ, સ્કિલ ફૂલ, જોબ ક્રિએટર વિદ્યાર્થીઓને તૈયાર કરવાના હેતુસર એઆઈસીટીઈ તેમજ વિવિધ કાઉન્સિલરોની સૂચના, માર્ગદર્શન અનુસાર આ નવો અભ્યાસક્રમ ડિઝાઈન તૈયાર કરાયો છે અંગે જીટીયુના રજિસ્ટ્રાર ડો. કે.એન. ખેરે જણાવ્યું હતું કે,‘ શૈક્ષણિક સંસ્થાઓ ઈન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ બાબતે સેતુરૂપ બનવા માટે આ કોર્સ ડિઝાઈન કરાયો છે.

સિનિયર ફેકલ્ટી અને ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ સભ્યોએ સાથે મળી અભ્યાસક્રમ ડિઝાઈન કર્યો
જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠે કહ્યું- ડીગ્રી ઈજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએના કુલ 42 જેટલા વિષયોમાં નવો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવ્યો છે. સિનિયર ફેકલ્ટી તેમજ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ સભ્ય સહિતના બોર્ડ ઓફ સ્ટડીસના સભ્યોએ સાથે મળીને નવો અભ્યાસક્રમ ડિઝાઇન કર્યો છે. આ અભ્યાસક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓ સ્કિલફૂલ અને એમ્પ્લોએબલ બને તે મુખ્ય હેતુ છે.

ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરાશે
જીટીયુના કુલપતિ,રજિસ્ટ્રારના નિર્દેશ મુજબ જે તે વિદ્યાશાખાના ફેકલ્ટી ડીન, ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓએ સાથે મળીને કોર્સમાં બદલાવ કરવા અંગે વિચાર વિમર્શ કર્યો હતો. વર્તમાન સમયની માગને અનુરૂપ, ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવા માટે જરૂરી એવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here