અમદાવાદમાં 27,322 બિલ્ડિંગમાંથી 18912 પાસે ફાયર NOC નથી: સરકાર

0
70
  • શ્રેય અગ્નિકાંડ બાદ થયેલી જાહેર હિતની અરજીમાં સરકારે હાઇકોર્ટને આપેલી માહિતી
  • ફાયર સેફ્ટી સર્ટિફિકેટ પોર્ટલ બનાવવાની, 672 ફાયર ઓફિસરની ભરતી કરવા કોર્ટને ખાતરી
  • રાજકોટમાં કુલ 103 ઇમારતો છે અને તમામ પાસે ફાયર એનઓસી છે.

શ્રેય અગ્નિકાંડ બાદ હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં સરકારે રાજયભરમાં ફાયર સેફટી અંગે શું પગલા લીધા તેનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો છે. સરકારે ઘટસ્ફોટ કર્યો છે કે કુલ 8 કોર્પોરેશનની 48410 બિલ્ડિંગમાંથી 27269 ઇમારતો પાસે ફાયર એનઓસી નથી. અમદાવાદમાં 27322 બિલ્ડિંગમાંથી 18912 ઇમારતો પાસે એનઓસી નથી. અત્યાર સુધી મંજૂર થયેલી અને ખાલી પડેલી કુલ 672 ફાયર ઓફિસર્સ સહિતની જગ્યા પર ભરતી કરવાના આદેશ કરી દેવામાં આવ્યા છે. આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહે થશે.

સરકારે જણાવ્યું છે કે તમામ 8 કોર્પોરેશનને ફાયર સેફટી એક્ટ હેઠળ સમાવાયા છે. ફાયર સેફટીના સાધનો વસાવવા સરકારે રૂ.16.80 કરોડ ફાળવ્યા છે. ફાયર સેફ્ટી સર્ટીફિકેટ લેવા માટે પોર્ટલ બનાવવામાં આવશે. જીપીએસસી દ્વારા રીજનલ ફાયર ઓફિસર અને આસિસ્ટન્ટ ડિરેકટરની ભરતી માટે જાહેરાત પણ આપવામાં આવી છે.

શ્રેય હોસ્પિટલમાં આઇસીયુમાં લાગેલી આગને કારણે 8 લોકોના મોત નિપજ્યાં હતાં. આ બનાવ બાદ હાઇકોર્ટમાં હોસ્પિટલના સત્તાવાળાઓ સામે અને કોર્પોરેશન કે ફાયરના જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા જાહેરહિતની અરજી કરાઇ છે. તેમાં એવા પણ આક્ષેપ કરાયા છે કે હોસ્પિટલની ફાયર સેફટીના સાધનોની તારીખ પૂરી થઈ ગઈ હતી. એનઓસી નહી હોવાથી ફાયર સેફટીના અધિકારીઓ સામે પણ પગલા લેવા જોઇએ.

દરેક મ્યુનિ. કમિશનરને ફાયર ભરતીનો આદેશ
રિપોર્ટમાં સરકારે જણાવ્યું છે કે, મહાનગરપાલિકા અને નગરપાલિકાના ફાયર બ્રિગેડ રાજ્યના ફાયર સર્વિસનો ભાગ ગણાશે નહિ. 8 કોર્પોરેશનના કમિશનરને ફાયર વિભાગમાં ભરતી કરવા નિર્દેશ કરી દેવામાં આવ્યો છે. પહેલી વખત ફાયર સેફટી નાખતા હશે તો CFO/RFO પોતે તેની ચકાસણી કરશે. ત્યાર બાદ જ સર્ટિફિકેટ આપવામાં આવશે.

રાજ્યમાં 48410માંથી 27269 NOC વગરની

શહેરકુલ ઇમારતNOC નથી
ગાંધીનગર709587
વડોદરા85868
ભાવનગર36170
સુરત178537279
જામનગર507221

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here