ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ DYSP તરુણ બારોટ અને IPS જી.એલ. સિંઘલ સામે કેસ ચલાવવા સરકારની મંજૂરી લેવા CBI કોર્ટનો આદેશ

0
104

પૂર્વ ડીવાયએસપી તરુણ બારોટ ફાઈલ ફોટો

  • કેસ ચલાવવા પહેલા તપાસ એજન્સીને CRPCની કલમ 197 મુજબ રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે

વર્ષ 2004ના ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે પૂર્વ DYSP તરુણ બારોટ, IPS જી.એલ. સિંઘલ સહિત અન્ય ચાર પોલીસ કર્મચારીઓ સામે કેસ ચલાવવા મુદ્દે રાજ્ય સરકારની પરવાનગી લેવા તપાસ એજન્સી CBIને આદેશ કર્યો છે. રાજ્ય સેવક સામે કેસ ચલાવવા મુદ્દે રાજ્ય સરકારની પરવાનગીની જરૂર પડે છે અને તેના માટે જ કોર્ટે CBIને આ મુદ્દે જવાબ રજૂ કરવા પણ આદેશ કર્યો છે. રાજ્ય સેવક સામે કેસ ચલાવવા પહેલા તપાસ એજન્સીને CRPCની કલમ 197 મુજબ રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે.

અગાઉ ડી.જી.વણઝારા અને એન.કે.અમીન દોષમુક્ત થયાં હતાં
અગાઉ આ જ કેસમાં નિર્દોષ છૂટેલા પૂર્વ IPS ડી.જી. વણઝારા અને એન.કે. અમીન સામે કેસ ચલાવવાની મંજૂરી રાજ્ય સરકારે ન આપ્યા બાદ સીબીઆઈ કોર્ટે તેમને આ કેસમાંથી દોષમુક્ત કર્યા હતા.

શું છે મામલો?
વર્ષ 2004માં અમદાવાદના નોબલનગર ટર્નીગ પાસે મુંબઈની વતની ઈશરત જહાં, જાવેદ શેખ, અમજાદ અલી રાણા અને જિશાન જોહર પર તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેમાં એન્કાઉટર થયા બાદ અનેક IPS અધિકારીઓ અને નેતાઓની ધરપકડ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here