- શુક્રવારે રાજકોટમાં 107 દર્દીને ડિસ્ચાર્જ આપવમાં આવ્યો
રાજકોટમાં 24 કલાકમાં 6ના મોત થયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8 હજારને પાર પહોંચી ગઈ છે. જેમાંથી રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 617 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે શુક્રવારે 107 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. રાજકોટમાં શહેર અને જિલ્લામાં હવે ધીમી ધીમી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઘટી રહી છે.
જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 11800ને પાર
રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા 100ની આસપાસ સ્થિર થઈ ગઈ છે. શુક્રવારે શહેરમાં 69 અને ગ્રામ્ય વિસ્તારમાં 38 સહિત 107 કેસ નોંધાયા હતાં. આ સાથે કુલ કેસની સંખ્યા 11800ને પાર થઇ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં હવે કેસની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે જે નવા કેસ આવી રહ્યા છે તે વહેલા નિદાન થવાને કારણે વધુ ગંભીર થતા અટકતા હોમ આઈસોલેશનની સંખ્યા વધી છે.
રાજકોટમાં 1899 બેડ ખાલી છે
હોમ આઈસોલેશની સંખ્યામાં વધારો થતાં હોસ્પિટલમાં ક્રમશ: ખાલી બેડની સંખ્યા વધી રહી છે. શુક્રવારની સ્થિતિએ રાજકોટમાં 1899 ખાલી બેડ છે. ઘણા ખાનગી કોવિડ કેર સેન્ટર તો બંધ થઈ ચૂક્યા છે જ્યારે સરકારી કોવિડ સેન્ટર પણ ખાલી થઈ રહ્યા છે.