જૂન સુધીમાં લોન્ચ થઈ શકે છે કોરોનાની સ્વદેશી વેક્સીન-ભારત બાયોટેકનો દાવો

0
67
  • ભારત બાયોટેકના કહેવા પ્રમાણે તેમની યોજના 12થી 14 રાજ્યમાં આશરે 20,000થી વધારે લોકોને ટ્રાયલમાં સામેલ કરવાની છે


કોરોના વાયરસની વેક્સીન બનાવવા માટે દુનિયાભરમાં પ્રયાસ ચાલી રહ્યા છે. આ માટે શોધ ચાલી રહી છે. આ બધાની વચ્ચે ભારતીય કંપ્ની ભારત બાયોટેક સ્વદેશી કોરોના વાયરસ વેક્સીન કોવેક્સિન ઉપર કામ કરી રહી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા એ કંપ્નીની વેક્સીનના ત્રીજા ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. જ્યારે કંપ્નીનું કહેવું છે કે કોરોના વાયરસની આ સ્વદેશી વેક્સીન આગામી વર્ષે એટલે કે 2021માં જૂન મહિના સુધી આવી જવાની પૂરેપૂરી સંભાવના છે.


હૈદરાબાદ સ્થિત કંપ્નીએ બીજી ઓક્ટોબરના રોજ ડીસીજીઆઈને અરજી કરીને પોતાની રસીના ત્રીજા સ્તરના પરીક્ષણ માટે મંજૂરી માંગી હતી. કંપ્નીની યોજના 12થી 14 રાજ્યમાં આશરે 20,000 લોકોને રસીના પરીક્ષણમાં જોડવાની છે. ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડના એક્ઝિક્યૂટીવ ડિરેક્ટર સાઈ પ્રસાદે જણાવ્યું કે જો કંપ્નીને તમામ મંજૂરી યોગ્ય સમયે મળી જશે તો એવી સંભાવના છે કે 2021ના બીજા ક્વાર્ટરમાં વેક્સીનની ત્રીજા ક્લિનિકલ ટ્રાયલની તમામ ક્ષમતા અને પરિણામ અંગે અમને માહિતી મળી રહેશે.


ભારતીય ચિકિત્સા અનુસંધન પરિષદની નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલોજીના સહકારની વિકસિત કરવામાં આવેલી કોવેક્સિન એક એવી રસી છે જેમાં શક્તિશાળી ઇમ્યૂન સિસ્ટમ વિકસિત કરવા માટે કોવિડ-19ના ’મારી નાખવામાં આવેલા વિષાણુ’ઓને શરીરમાં દાખલ કરવામાં આવે છે.


જ્યારે ભારતમાં સીરમ ઇન્સ્ટીટ્યૂ’ ઑફ ઇન્ડિયા પણ કોરોના વાયરસની વેક્સીન ’કોવીશીલ્ડ’ બનાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનું કામ ભારત બાયોટેકથી આગળ ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સીરમ ઇન્સ્ટીટ્યૂટે ત્રીજા સ્તરના પરીક્ષણ માટે લોકોની પસંદગી પણ શરૂ કરી દીધી છે.


ભારત બાયોટેકના સાઇ પ્રસાદે જણાવ્યું કે, અમે તમામ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને સંપર્ણ રીતી કરવા માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ મને લાગે છે કે સરકાર ઇમરજન્સી ઉપયોગની મંજૂરી પર પણ વિચાર કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here