કમરના દુખાવાની સમસ્યાના જાણી લો આ ઉપાયો અને તેનું નિવારણ

0
153

ઘરે, ઓફિસમાં કે દુકાનના મોટાભાગનો સમય આપણે ખુરશી ઉપર,  પલંગ ઉપર, કા તો સુવામાં પસાર કરતા હોઈએ છીએ ત્યારે કમરનો દુખાવો થવો સામાન્ય છે.પરંતુ એકવા કમરનો દુખાવો થાય પછી બેસવામાં, ઉભા થવામાં, અને ચાલવામાં મુશ્કેલી પડે છે. આમ તો કમરના દુખાવાની સમસ્યા સામાન્ય છે પરંતુ ઘરના કામકાજ લીધે આપને તેને અવગણતા હોઈએ છીએ જેથી કરીને આ સમસ્યા લાંબા સમયની સમસ્યા બની જાય છે. જો તમને પણ લાંબા સમયથી આ સમસ્યા હોઈ તો જાણી લો આ સમસ્યાના કારણો અને તેનું નિવારણ .

સ્નાયુનું ખેંચાણ
 
પીઠનો દુખાવો થવાનું એક મુખ્ય કારણ સ્નાયુઓનું ખેંચાણ છે. અચાનક બેસવાથી ઉભા થવાથી અથવા સીડી ચડવાથી પણ  સ્નાયુઓ  ખેંચાઈ શકે છે. આ સમસ્યા લાંબા સમય પછી પીઠનો દુખાવો આપી શકે છે.

નિવારણ અને ઉપાય:
 
સીડી ચળતી વખતે કાળજી લેવી જોઈએ. 
જો તમે લાંબા સમયથી બેઠા છો, તો અચાનક ઉભા થવું નહીં.
 જો તમને તમારા સ્નાયુઓમાં ખેંચાણ લાગે છે, તો તમારે કોઈ પણ કામ જલ્દીથી કરવાનું ટાળવું જોઈએ. જેનાથી કમર પર તાણ અથવા ધક્કો આવી શકે છે.


માંસપેશીઓ નબળી પડવી: 
 ઘણીવાર ૪૦ વર્ષની ઉંમરની આસપાસ અથવા તેના પછી સ્નાયુઓ નબળા પડતા હોય છે. આ સિવાય કરોડરજ્જુમાં થતી કોઈ ગંભીર ઈજાથી પણ લોકોને પણ આ સમસ્યા થઇ શકે છે.માટે જ્યારે કમરના સ્નાયુઓ નબળા પડે છે ત્યારે કમરમાં ઘણીવાર દુખાવો થાય છે.

 
નિવારણ અને ઉપાય:

તમારા શરીરની ઉમર પ્રમાણે તમારે તમારા શરીરની કાળજી લેવી જોઈએ અને  વિટામિન, ખનિજો અને અન્ય પોષક તત્ત્વોથી ભરપુર ખોરાક લેવો જોઈએ. આ સાથે, યોગને તમારી જીવનશૈલીનો આવશ્યક ભાગ બનાવો અને સ્નાયુઓને મજબૂત બનાવવાની કસરતો કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here