રાજકોટ, ભાવનગર,ગીર સોમનાથ, જામનગરના અધિક કલેકટરના પે મેટ્રિક લેવલમાં વધારો

0
68
  • હર્ષદ વોરા, કેતન ઠક્કર જવા અધિકારીઓને પણ મળેલો લાભ


રાજકોટના અધિક કલેકટર પરિમલ પંડ્યા ઉપરાંત ભાવનગર, ગીર સોમનાથ અને જામનગરના અધિક કલેકટરના પે મેટ્રિક લેવલમાં વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.આ નિર્ણયમાં સુરેન્દ્રનગરના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકનો પણ સમાવેશ કરાયો છે.આ ઉપરાંત અગાઉ રાજકોટ ખાતે ફરજ બજાવી ચૂકેલા હર્ષદભાઈ વોરા અને કેતનભાઇ ઠક્કરને પણ આ લાભ મળ્યો છે.


ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ દ્વારા આ સંદર્ભે કરાયેલા હુકમમાં જામનગરના અધિક કલેકટર આર. વી. સરવૈયા, ભાવનગરના યુ.એન. વ્યાસ અને ગીર સોમનાથ જિલ્લાના જે.એસ. પ્રજાપતિનો પણ સમાવેશ કરાયો છે.


ગેસ કેડરના ક્લાસ વન સિનિયર સ્કેલ જે 21 અધિકારીઓને હાલ પે મેટ્રિક્સ લેવલ બારમું છે તે વધારીને તેરનું કરવામાં આવ્યું છે. અને તેના કારણે હાલ આ અધિકારીઓનો પગાર ધોરણ 78800- 2,09,200 નું છે તે વધીને 1,23, 100- 2,15,900 નુ થઈ ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here