ગિરનાર રોપ-વે શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે જૂનાગઢ આવતા પ્રવાસીઓને પુરતી સુવિધાઓ મળી રહે તેમજ ટુરીઝમ હબ તરીકે વિસ્તરી રહેલું જૂનાગઢ ખાતે આવતા પ્રવાસીઓ માટે ભવનાથના રમણીય વાતાવરણ તથા ભૌતિક સુખ સમૃદ્ધિનો અનુભવ કરાવતો ધ ફ ર્ન લિયો રિસોર્ટ એન્ડ કલબ નિર્માણ કરાયું છે જેમાં ૧૦૫ લક્ઝરિયસ રૂમ બેન્ક્વેટ હોલ તથા અને પુસ્તકાલય સહિતની વિવિધ સુવિધાઓનો સમાવેશ કરાયો છે.
તો પ્રવાસીઓ ઉપરાંત કુદરતી વાતાવરણમાં વિવિધ સમારંભ ઉપરાંત કોન્ફોરન્સ સહિતની તમામ સુવિધાઓ માટે અધ્યતન બેન્ક્વેટ હોલ અને રેસ્ટોરેન્ટ પણ રિસોર્ટ ઉપલબ્ધ છે તો આ ઉપરાંત કાર્ડ રૂમ તેમજ સમૃદ્ધ પુસ્તકોથી ભરેલ પુસ્તકાલય સહિતની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે તેમજ વિનમ્ર સ્ટાફ ,મેનેજમેન્ટ તથા ઈવેન્ટ અને ઓર્ગેનાઇઝર ઉપરાંત સલામતી સુરક્ષા ભરપૂર એવી આ અદ્યતન રિસોર્ટ જુનાગઢ માટે નવું નજરાણું સમાન બની રહેશે. આ તકે પત્રકાર પરિષદમાં ગીરીશભાઈ કોટેચા વિપુલભાઈ કોટેચા, પાર્થ કોટેચા તથા શ્યામકોટેચાએ પત્રકારને સંપૂર્ણ માહિતી આપી હતી.