માણાવદરનો મૃત:પ્રાય કપાસ ઉદ્યોગ શરૂ કરવા સાંસદ સમક્ષ પત્રકારોની રજૂઆતો

0
129

એક સમયે કવોલિટીમાં જેનું પ્રથમ સ્થાન હતું અને તેની ખરીદી કરવા અન્ય પ્રાન્તો- રાજયોના વેપારીઓ પડાપડી કરતાં હતાં તે કપાસ ઉદ્યોગ વર્તમાન સમય માં મૃત:પ્રાય પડયો છે. આ તાલુકામાં કપાસ પિલવાના ૧૨૦ જેટલા જીનીંગો આવેલા છે. 


નવાબીકાળ એટલે સને ૧૯૦૧ માં તાત્કાલિન નવાબ ફતેહદીન ખાન બાબીએ માણાવદર ચોવીસીની પ્રજાને આજીવીકા મળી રહે તથા વેપાર – ધંધાને ગતિ મળે તે માટે પારસી શેઠ ફકરૂદીન બહેરામજી પ્રેસવાલાને બહારથી બોલાવી સ્ટેશન પ્લોટ વિસ્તારમાં પ્રથમ જીનીંગ મિલની કરાવી વેપાર ને ઉતેજન આપ્યું હતુ ત્યાર પછી વેપાર જેવા કે તેલનો વેપાર, રંગનો  વેપાર શરૂ થયો હતો.


સને ૧૯૩૯ માં માણાવદરમાં રંગનો હાજર વેપાર ચાલતો હતો ૨૬મી ઓગસ્ટ ૧૯૪૧ માં વેપાર ને ઉતેજન આપવા શેઠ અહમદ હાજી અબલના વડપણ હેઠળ વેપારીઓ તથા નવાબના મંત્રીઓ વચ્ચે બેઠક થઇ હતી તેમાં રાજ્ય તરફથી ધંધા રોજગાર ને તમામ સવલતો આપવાના ઠરાવો થયા હતા પરિણામે માણાવદરમાં વેપાર ધંધાઓ ખીલ્યા હતા. પરંતુ વર્તમાન સમયમાં સવાસો વર્ષ જૂનો કપાસ ઉદ્યોગ મરણ પથારીએ પડ્યો છે અને આ ઉદ્યોગ ફરી ધમધમતો થાય તે માટે સાંસદ રમેશભાઈ ધડુક ને રૂબરૂ મળી અહીંના પત્રકારો જીજ્ઞેશ પટેલ,  હિતેષ પંડયા વગેરેએ રજૂઆતો કરી વેપારીઓ સાથે આ પ્રશ્ર્ન બાબતે યોગ્ય વિચાર વિર્મશ કરી ઉદ્યોગોને નડતી સમસ્યાઓ દૂર કરવા રજૂઆતો કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here