હવે પાણીનો બગાડ કરો તો 5 વર્ષની જેલ

0
141

પાણીનો બેફામ બગાડ કરનારા લોકોએ હવે સાવચેત થઇ જવાની જરૂર છે કારણકે હવે જો કોઈ વ્યક્તિ અથવા સરકારી સંસ્થા દ્વારા પાણીનો બગાડ અને ખાસ કરીને પીવાલાયક પાણીનો બગાડ કરવામાં આવશે તો તેને કાયદાની ભાષામાં અપરાધ ગણીને પાંચ વર્ષની સજા કરવામાં આવશે અને રૂપિયા એક લાખનો દંડ પણ ફટકારવામાં આવશે.

આ પહેલા દેશમાં પાણીનો બગાડ કરવા પર કોઈ દંડ ની જોગવાઈ નહોતી પરંતુ હવે ઘરોની ટાંકીઓ ઉપરાંત અનેક વખત ટેન્કો દ્વારા પાણી પહોંચાડનારી નાગરિક સંસ્થાઓ પણ પાણીનો બેફામ બગાડ કરે છે એવી વાત કેન્દ્ર સરકારના ધ્યાન પર આવી છે અને ત્યાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા પગલાં જાહેર કરવામાં આવ્યા છે.


પાણીનો બગાડ અટકાવવા માટે પયર્વિરણ સંરક્ષણ કાયદો 1986 ની કલમ પાંચની શક્તિઓનો ઉપયોગ કરવા સાથે સીજી ડબલ્યુ એ દ્વારા દંડાત્મક પગલાની જાહેરાત કરવામાં આવી છે અને હવે લોકોએ ચેતી જવાની જરૂર છે નહીંતર અપરાધ પુરવાર થવા થી પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને રૂપિયા એક લાખનો દંડ પણ ભરવો પડશે.


સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી દ્વારા નવી જોગવાઈ લાગુ થયાની જાહેરાત કરવામાં આવી છે. એવી ચીમકી પણ આપવામાં આવી છે કે પાણી નું સંચાલન કરતા નાગરિકતા એકમો અને સંસ્થાઓ દ્વારા પણ પાણીનો બેફામ બગાડ કરવામાં આવે છે અને એમની સામે પણ આ પગલા લેવામાં આવશે.


અલગ-અલગ પ્રસંગો પર અને તહેવારોમાં પણ પાણીનો ભયંકર બગાડ કરવામાં આવે છે અને ખાસ કરીને બેંકો દ્વારા અલગ અલગ સ્થળો પર પાણી પહોંચાડતી સંસ્થાઓ દ્વારા બેફામ પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો છે અને તેને અટકાવવા માટે ઓથોરિટી દ્વારા આક્રમક પગલાં જાહેર કરવામાં આવ્યા છે.


ખાસ કરીને ગ્રાઉન્ડ વોટર નો બેફામ ઉપયોગ થાય છે અને પીવાના પાણીનો પણ મોટા પ્રમાણમાં બગાડ થઇ રહ્યો છે અને દેશના લગભગ દરેક રાજ્યમાં આ પરિસ્થિતિ હવે ખૂબ જ પડકારજનક બની ગઈ છે ત્યારે તેને અટકાવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here