જેતપુરમાં રૂ. 30.40 લાખની લૂંટ ચલાવનાર ટોળકી ઝડપાઈ

0
115

જેતપુરમાં સોની વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી રૂપિયા 30 લાખની કિંમતના સોનાના દાગીના ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી જતા એસપીની પરેડ એલસીબી એસઓજી સહિતની અલગ-અલગ ત્રણ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સોને ઝડપી લઈ તેની પાસેથી સોનાના દાગીના માઇક સહિતની મતા કબજે કરી તેનો કોરોના ટેસ્ટ બાદ તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ એસ.પી બલરામ મીણા વધુ વિગતો આપશે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જેતપુરમાં ગઈ તારીખ 21ના રોજ સવારે ધોરાજી રહેતા સેલ્સમેન કામ કરતા સોની વેપારી ચીમનભાઈ કાળાભાઈ વેકરીયા પર આંખમાં મરચું છાંટી હુમલો કરી રૂપિયા 30 લાખની કિંમતના સોનાના દાગીના ભરેલા થેલાની લૂંટ ચલાવી અજાણ્યા શખ્શો બાઈકમાં ફરાર થઈ ગયાં આ મામલે એસપી બલરામ મીણા સહિતના અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કયર્િ હતા.


પોલીસની વિશેષ તપાસમાં લૂંટ કરનાર શખ્સો ઘટનાને અંજામ આપી ખોડલધામ બાજુ નાસી ગયાનું સીસીટીવી ફુટેજમાં કેદ થઈ જતા પોલીસે તપાસ કરતા મુખ્ય સૂત્રધાર સહિતનાઓની ઓળખ થઈ જતા પોલીસે મુખ્ય સૂત્રધાર સાકીર મુસા ખેડરા (રહે. જેતપુર) તથા તેનો ભાઈ તુફેલ મુસા ખેડરા (રહે. કોઠારિયા સોલવન્ટ, રાજકોટ), બનેવી અકબર જુસબ રીંગડિયા (રહે. કોઠારિયા સોલવન્ટ, રાજકોટ) અને મિત્ર સમીર ઉર્ફે ભડાકો હનીફ કુરેશી (રહે. કોઠારિયા સોલવન્ટ, રાજકોટ) સહિતનાઓને મોબાઈલ લોકેશનના આધારે કેટલાક શખ્સોની અટકાયત કરી વિશેષ પૂછપરછ હાથ ધરી હતી.


દરમિયાન એલ.સી.બીના ઈન્ચાર્જ પી.આઈએ આર ગોહિલ તેમજ એસ.ઓજી.ના એસએમ રાણા તથા ફિરોજીયા સહિતની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કયર્િ હતા.
 તે દરમિયાન સુરેન્દ્રનગર પંથકમાં મુખ્ય સૂત્રધાર સહિતનાઓ હોવાની ચોક્કસ બાતમીના આધારે રૂરલ પોલીસે ચારેય શખ્સોને ઝડપી લઇ તેની પાસેથી રૂપિયા 28.40 લાખની કિંમતના સોનાના દાગીના, 1.43 લાખની રોકડ, પાંચ મોબાઈલ, છરી, એક બાઈક મળી કુલ ા. 30.10 લાખની મત્તા કબજે કરી વધુ પૂછપરછ કરતાં વધુ એક લૂંટમાં ટીપ આપ્નાર બંગાળી શખસનું નામ ખૂલતા તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કયર્િ છે.


પોલીસની પૂછપરછમાં છેલ્લા કેટલાક સમયથી રાજકોટ રહેતો અને મૂળ જેતપુરનો સાકીરને રૂપિયાની જરૂર હોય છેલ્લા કેટલાક સમયથી મોટું કામ વધારવાની વેતરણમાં હોય લૂંટનો પ્લાન બનાવી ભાઈ તુંફેર બનેવી અકબર અને બાઇક ચલાવવામાં માહિર સમીરને સાથે રાખી લૂંટને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું દરમિયાન આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ યોજી એસપી બલરામ મીણા વધુ વિગતો આપી હતી.


પોલીસની વિશેષ તપાસમાં સૂત્રધાર સહિતની ટોળકી જેતપુરમાં લૂંટ ચલાવી રાજકોટના કોઠારિયા સોલવન્ટ પાસે રહેતા બનેવી અકબર જુસબના ઘેર દાગીના, રોકડ સહિતનો થેલો મુકી નાસી ગયા હતાં. જેમાં જામનગરથી અમદાવાદ, ચોટીલા અને પરત ભાગ બટાઈ કરવા માટે અકબરના ઘેર પહોંચતા અગાઉથી જ ઉભેલી પોલીસે ચારેય શખસોને દબોચી લીધા હતાં.


લૂંટનો ભેદ ઉકેલવામાં એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ ગોહેલ, જેતપુર સિટીના પીઆઈ કરમુર તથા તેમનો ડી-સ્ટાફ, પીએસઆઈ એચ.એમ.રાણા, એસઓજીના એચ.જી.હિંગરોજા, એએસઆઈ પ્રભાઈતભાઈ બાલાસરા, મહેશભાઈ જાની, મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, શક્તિસિંહ જાડેજા, રહીમ દલ, ભાવેશભાઈ મકવાણા, કૌશિકભાઈ જોશી, નિલેશભાઈ ડાંગર સહિતનાઓ રોકાયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here