ગામડાંમાં જમીન પર ‘ટેક્નિકલ’ દબાણ રોકવા DEOને સૂચના, વિકાસ કમિશનરે તમામ DDOને તકેદારી રાખવા કર્યો પરિપત્ર

0
72
  • રેવન્યુએ પંચાયતને પત્ર લખ્યો કે મંજૂરી વગર સરકારી બાંધકામો થાય છે

રાજ્યના વિકાસ કમિશનર એમ. જે. ઠક્કરે તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને પરિપત્ર કરીને જાણ કરી છે કે સરકારી પડતર જમીન પર સાર્વજનિક હેતુ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને 1 રૂપિયાનો દંડ લઈ નિયમિત કરવાની જોગવાઈ છે પણ જાહેર હેતુના આ દબાણ ઉપરાંત સક્ષમ સત્તાધિકારીની મંજૂરી હોય તેવા આયોજનના કામો દ્વારા પણ દબાણ કરવામાં આવે છે. આજથી કોઇપણ યોજનાકીય કાર્યોની મંજૂરી પહેલા જમીનની ઉપલબ્ધતા અને માલિકી હકની ખાતરી કરી સરકારી જમીન પરના દબાણ ન થાય તે માટે તકેદારી રાખવા કાર્યવાહી કરવા તેમજ આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપવી.

અગાઉથી મંજૂરી લેવા મહેસૂલ વિભાગે પત્ર લખ્યો હતો
આ પરિપત્રને કારણે સરકારી શિક્ષકો પર દબાણની તકેદારી રાખવાનું ભારણ આવશે કે કેમ તે અંગે વિકાસ કમિશનરે જણાવ્યું હતું કે ‘સરકારી જમીન હોય તો પણ સરકારી બાંધકામ પહેલા મંજૂરી લેવી પડે પણ ઘણા કિસ્સાઓ મંજૂરી પાછળથી લેવાય છે આવા દબાણોને ટેક્નિકલ દબાણ કહેવાય છે. પાછળથી તેને મંજૂરી તો મળી જાય છે પણ તે જમીન પર જો કોઇ અલગ આયોજન હોય તો પ્રશ્ન સર્જાય છે તેથી અગાઉથી જ પૂરી મંજૂરી લેવામાં આવે તે માટે મહેસૂલ વિભાગે પત્ર લખ્યો હતો જેમાં પ્રાથમિક શિક્ષણાધિકારીને સૂચના આપવા કહયું હતું કદાચ સરકારી શાળાઓના બાંધકામાં આવા પ્રશ્નો વધુ થતા હશે તેથી જિલ્લાઓમાં પરિપત્ર કરાયો છે. શિક્ષકોએ કોઈ દબાણ દૂર કરવાની કે ધ્યાન રાખવાની કામગીરી નથી કરવાની.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here