દાહોદ કલેકટરે સિટી સર્વે કચેરીના બે કર્મચારીઓને માર માર્યાે હોવાનાે આક્ષેપ

0
295
  • દાહોદ કલેકટરે અને બાદમાં બોડીગાર્ડે બંનેને દંડાથી માર માર્યો હોવાનો આક્ષેપ કરતી અરજી
  • સુરક્ષાકર્મી બંદૂક બતાવીને ચેમ્બરમાં લઇ ગયાનો ઉલ્લેખ: કલેકટર સામે ફરિયાદ નોધવા મંજૂરી માંગી

ગોધરા. દાહોદ જિલ્લાના કલેકટર તથા તેમના સુરક્ષાાકર્મીએ દાહોદના ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ અને સર્વેયરને કલેટકરની ઓફિસમાં બોલાવીને ઢોર માર માર્યાે હોવાના આક્ષેપ કરતી અરજી કર્મચારીએ ગાંધીનગર ખાતેની સેટલમેન્ટ કમિશનર તથા જમીન દફતર નિયામકને કરી હતી. પંચમહાલ-દાહોદ જિ.ના વહીવટી તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

કલેટકર તથા તેમની સુચનાથી સુરક્ષા કર્મી દ્વારા બંનેને ઢોર માર માર્યાનાે આક્ષેપ કર્યો હતો

પંચમહાલ જિલ્લાના  ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ ડી.ડી.પટેલ વધારો ચાર્જ સંભાળતાં હતા. મંગળવારે દાહોદ  એસએલઆરની અધ્યક્ષતામાં યોજાયેલ માસિક કર્મચારીની મીટીંગ હોવાથી દાહોદના ઇન્ચાર્જ લેન્ડ રેકર્ડ ડી.ડી.પટેલ તથા દાહોદ કચેરીના સર્વેયર વિમલ સોલંકી ઉપસ્થિત હતા. બાદ કલેકટરના સુરક્ષાા કર્મી દ્વારા ગન પોઇન્ટ પર બંને કર્મીઓને કલેકટર કચેરીમાં લઇ જઇને માર માર્યાના આક્ષેપ કરતી અરજી કર્મીએ ગાંધીનગર જમીન દફતર નિયામકને કરી હતી. તેમના આક્ષેપ મુજબ મંગળવારે 12.30 વાગ્યાની આસપાસ કલેકટર દાહોદના અંગત સુરક્ષા કર્મચારી ડી.ડી. પટેલ અને સર્વેયર વિમલ સોલંકીને બંદૂકના પોઇન્ટ પર કલકેટરની ચેમ્બરમાં લઇ ગયા હતા. બાદ કંઇ પણ સંાભળ્યા વિના ઉશ્કેરાઇને બિભત્સ ભાષાનો પ્રયોગ કર્યો હતો. કલેટકર તથા તેમની સુચનાથી સુરક્ષા કર્મી દ્વારા બંનેને ઢોર માર માર્યાનાે આક્ષેપ કર્યો હતો. કર્મીઓએ કલેકટર સામે કાર્યવાહી કરવા જાણ કરી હતી.

ફક્ત ઠપકો આપ્યો હતો

માપણી બાબતે ઠપકો આપ્યો હતો. તેના સિવાય કશું બન્યું નથી. તેઓને કામ કરવું નથી અને ખોટા આક્ષેપો કરવા છે. હું ઉચ્ચકક્ષાએ તેમનો રીપોર્ટ મોકલીશ. -વિજય ખરાડી, દાહોદ કલેકટર