કેન્દ્ર પાસે 25 હજાર ટન ડુંગળીનો બફર સ્ટોક

0
101
  • સરકારની જાહેરાત, લોકોને નીચા ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ


દેશમાં તહેવારોના સમય પર જ અતિ આવશ્યક એવી ડુંગળીના ભાવ માં આગ લાગી છે અને પ્રતિ કિલોએ તેનો ભાવ રૂપિયા 75 સુધી પહોંચી ગયો છે ત્યારે કેન્દ્ર સરકાર છેલ્લા બે દિવસથી અલગ-અલગ પગલા લઇ રહી છે અને સરકાર દ્વારા એવી જાહેરાત પણ કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર પાસે અત્યારે 25000 ટન જેટલો જથ્થો બફર સ્ટોક માં છે.


નાફેડના મેનેજિંગ ડાયરેક્ટર સંજીવ કુમારે આ માહિતી આપી છે અને એમ કહ્યું છે કે સ્વદેશી માર્કેટમાં ડુંગળીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય અને તેનો ભાવ નીચે આવે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા બફર સ્ટોક માંથી હળવે હળવે માર્કેટમાં જથ્થો ઉતારવામાં આવી રહ્યા છે.


તેમણે એવી માહિતી આપી છે કે કેન્દ્ર સરકાર દ્વારા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્ટોક ને મેન્ટેન કરવામાં આવે છે અને ખાસ મુસીબતના સમયે અને બહુ વધારે પડતાં ભાવ થઈ જાય ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જથ્થો માર્કેટમાં ઉતારવામાં આવે છે.


એમણે કહ્યું છે કે અત્યાર સુધીમાં 43 હજાર ટન જેટલો જથ્થો બફર સ્ટોક માંથી રાજ્ય સરકારને મોકલી દેવામાં આવ્યો છે અને લોકોને સસ્તા ભાવે અને પૂરતા પ્રમાણમાં ડુંગળી મળી રહે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે અને સરકારે સ્ટોક લિમિટ પણ જાહેર કરી દીધી છે.


કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલય દ્વારા રાજ્ય સરકારો સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને બફર સ્ટોક માંથી કેટલો જથ્થો રવાના કરવામાં આવ્યો છે તેનો હિસાબ લેવામાં આવી રહ્યો છે અને લોકોને તહેવારના દિવસોમાં તકલીફ પડે નહીં તે માટે કેન્દ્ર સરકાર એક્શનમાં છે તેવી ખાતરી સરકાર દ્વારા આપવામાં આવી છે.


કેટલાક જથ્થાબંધ વેપારીઓ દ્વારા સ્ટોક કરી લેવામાં આવે છે અને ત્યારબાદ કાળા બજારમાં તેને વેચવામાં આવે છે અને આ પ્રક્રિયા લગભગ દર વર્ષે થાય છે ત્યારે કેન્દ્ર સરકારે કડક પગલાં લેવાની સૂચના પણ આપી છે અને 25 હજાર ટન જેટલો જથ્થો કેન્દ્ર સરકાર પાસે ઉપલબ્ધ છે જ્યારે દેશમાં ડુંગળી ની અછત થશે નહીં તેવી ખાતરી પણ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here