રાજકોટ ગ્રામિણ ડિવિઝન ફરી ચચર્મિાં: PGVCLમાં રૂ.1.55 કરોડના અંડર બિલિંગનું કારસ્તાન

0
345

રાજકોટ રૂરલ સર્કલ હેઠળના રાજકોટ રલ ડિવિઝન છેલ્લા ત્રણ-ચાર માસના ગાળામાં ત્રીજી વખતે ચચર્નિે ચકડોલે ચડયું છે. હાલ રૂરલ ડિવિઝન ક્ચેરી હેઠળના કુવાડવા પંથકના હાઈ ટેન્શન ગ્રાહક શ્રીજી એગ્રો નામના ઉદ્યોગને સંબંધિત કર્મચારીઓ દ્વારા જાણ્યે-અજાણ્યે બે વર્ષ સુધી ઓછા ગુણાકથી ગણતરી કરીને બિલ આપવાનું કારસ્તાન બહાર આવતા આ રીતે રૂ.1.55 કરોડ જેટલું ઓછું બિલ અપાતા ઉદ્યોગ પાસે રિકવરી માટે પ્રયાસો હાથ દરવા ઉપરાંત સંબંધિત કર્મચારીઓ બારામાં ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ રલ ડિવિઝનમાં અગાઉ સાત જેટલા મહિલા કર્મચારીઓએ એકાઉન્ટસ સુપ્રિન્ટેન્ડેન્ટ મહિલા કર્મીઓને ગેરવર્તન અને અપમાનિત કરતા હોવાની ઉચ્ચકક્ષાએ રજૂઆતો થઈ હતી. ત્યારબાદ તાજેતરમાં એકાઉન્ટસ સુપ્રિન્ટેન્ડન્ટ પોતે પોતાના સગા સંબંધીને કચેરીની જુદી જુદી સપ્લાયના કોન્ટ્રાકટ આપતા હોવાનું બહાર આવ્યું હતું.

દરમિયાન તાજેતરમાં કુવાડવા પંથકના શ્રીજી એગ્રો ઉદ્યોગ નામના 1100 કેવી હાઈટેન્શન વીજ ગ્રાહકને છેલ્લા બે વર્ષથી 15ને બદલે 10ના ગુણાંક (મલ્ટિપ્લાય ફેકટર)થી ગણતરી કરીને વીજ બિલ અપાતા હોવાનું બહાર આવતા અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે. જાણવા મળ્યા મુજબ ઓછી ગણતરી દ્વારા મહિને 6 લાખ જેટલું ઓછું બિલ અપાતું હતું.


આ બાબતે રાજકોટ રલ ડિવિઝનના કાર્યપાલક ઈઝનેર એલ.કે.પરમારનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે, વીજ બિલની થયેલી ઓછી વસુલાત બાબતે ઉદ્યોગ પાસે રિકવરી કરાશે તેમજ જાણ્યે અજાણ્યે થયેલા ઓછા બિલિંગ સંદર્ભે સોમવારે સર્કલ કચેરીમાં લેખિત જાણ કરવામાં આવનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here