તહેવારોમાં સોની બજારમાં ખરીદી અનલોક : જ્વેલર્સના ચહેરા પર ચમક

0
85
Jaipur: Women buy jewellery on Dhanteras at a shop in Jaipur on Oct.21, 2014. (Photo: Ravi Shankar Vyas/IANS)

સોની બજારમાં ખરીદી અનલોક થતા જ્વેલર્સના ચહેરા પર ફરી થી ચમક જોવા મળી રહી છે. દશેરા અને દિવાળી નો તહેવાર આવતાની સાથે જ લોકો દાગીનાની ખરીદી કરવી જોઈ એ આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. આ પર્વ પર લોકો શુકનભીની ખરીદી કરીને મુહૂર્ત સાચવતા હોય છે ત્યારે આ વર્ષે કોરોનાની મહામારી ના લીધે અને લોકડાઉનના ના પગલે મહિનાઓથી સોની બજારની હાલત માઠી હતી.

છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં પણ આંશિક ઘટાડો થતાં હવે લાઇટવેટ જ્વેલરીની ખરીદી નીકળી છે દિવાળી પછી લગ્નના સારા મુહૂર્ત હોવાને લીધે લગ્ન પ્રસંગ ના લીધે આભૂષણોની ખરીદી થઇ રહી છે. માર્કેટમાં લાંબા સમય બાદ તેવી ધાતુ નો ચળકાટ જોવા મળ્યો છે. છેલ્લા આઠ થી નવ મહિના કરતાં પણ વધુ સમયથી સોની બજાર માં ઘરાકી સાવ ઠપ્પ હતી. દશેરા અને દિવાળી ના આ પર્વના લીધે સોની વેપારીઓ દ્વારા પણ ગ્રાહકોને ફાયદો થાય તે માટે અવનવી સ્કીમો મૂકવામાં આવી છે. દશેરા થી શરૂ થયેલી આ ઓફર દિવાળી સુધી ચાલશે જેમાં સોના અને ડાયમંડ ની જ્વેલરીની ખરીદી પર ઘડામણ પણ વળતર આપવામાં આવી રહ્યું છે.


કોરોના ની સૌથી વધુ અસર સોની બજારમાં થઈ હતી અનેક વેપારીઓ કોરોના પોઝિટિવ થયા હતા જેના લીધે લોકોમાં પણ એકદમ હતો અને આ સમયગાળામાં સોની બજાર બે વખત બંધ રાખવામાં આવી હતી જેની અસર વેપાર પર પડી છે. હવે રાબેતા મુજબ બજાર શરૂ થઈ ગઈ છે અને કોરોના ની અસર પણ શહેરમાંથી ઘટી રહ્યું હોવાને પગલે લોકો પણ ખરીદી કરવા નીકળતા હવે સોની બજાર નું ચિત્ર બદલાયું છે.


નવેમ્બર મહિનાના આખરી સપ્તાહમાં અનેક લગ્નના મુહૂર્ત છે. કોરોના ના લીધે જે પરિવારમાં લગ્ન અટકી ગયા હતા તેઓના પણ હવે દિવાળી બાદ લગ્ન નિધર્યિર્િ હોવાથી પ્રસંગને અનુરૂપ સોના અને ડાયમંડના દાગીનાની ખરીદી નીકળતા સોની વેપારીઓના ચહેરા પર ચમક આવી છે. અત્યારે ખાસ કરીને કીમતી દાગીના ઓ ના બદલે લાઈટ,ડેલીગેટ જ્વેલરી ના ઓર્ડરો વધુ આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here