કેન્દ્રીય કેબિનેટે લોન મોરેટોરિયમની અવધિમાં વ્યાજ પર વ્યાજની ચુકવણી માટેની સ્કીમને મંજૂરી આપી

0
310

કેન્દ્રીય કેબિનેટે લોન મોરેટોરિયમની અવધિમાં વ્યાજ પર વ્યાજની ચુકવણી માટેની સ્કીમને મંજૂરીઅ આપતા સામાન્ય લોકોને સ્કીમનો લાભ મળે એ માટે નાણાં મંત્રાલયે માર્ગદર્શિકા જાહેર કરી છે. માર્ગદર્શિકા અંતર્ગત ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજ વચ્ચેના તફાવતની કેન્દ્ર સરકાર ચુકવણી કરશે. 

જાહેર કરેલ માર્ગદર્શિકા અંતર્ગત MSME લોન, એજ્યુકેશન લોન, હાઉસિંગ લોન, કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન, ક્રેડિટ કાર્ડ ડ્યુ,ઓટો લોન,પ્રોફેશનલ્સની પર્સનલ લોન,કન્ઝમ્પ્શન લોનને લાભો મળશે. પરંતુ આ યોજનાના અમલીકરણ અંગેના અંતિમ નિર્ણયની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ૨ નવેમ્બરના થશે. જયારે વ્યાજ પર વ્યાજ ચૂકવવાનો ભાર કેન્દ્ર સરકાર ઉઠાવતા સરકાર પર લગભગ ૬,૫૦૦  કરોડ રૂપિયાનો બોજ આવશે. અને  જે લોકોએ ૧ માર્ચથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ દરમિયાન લોન મોરેટોરિયમનો લાભ લીધો હશે. તેમને આ અવધિના વ્યાજ પર વ્યાજ ચૂકવવું પડશે નહીં.