કેશોદ જાહેરમાં ધોળા દિવસે ફાયરીંગ કરનાર ઇસમને દેશી પિસ્તોલ તથા કાર્ટીસ સાથે ગણતરીની કલાકોમાં એલસીબીએ રાજકોટથી દબોચી લીધો

0
105

બહેને પ્રેમ લગ્ન કર્યા હોય જે અંગે આબરૂ જતી હોવાનું લાગી આવતા બદલો લેવા

ગણતરીના સમય પહેલા કેશોદ ખાતે ધોળા દિવસે ચકચારી ફાયરિંગ પ્રકરણમાં ગણતરીના કલાકોમાં જુનાગઢ પોલીસ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી જેના પગલે જિલ્લા પોલીસ વડા રવિતેજા વાશમ શેટ્ટી એ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી પત્રકારોને વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે આ કામના ફરીયાદીએ આ કામના શકદાર આરોપી બહેન સાથે ભાગીને પ્રેમલગ્ન કરેલ હોય. જેના કારણે આ શકદારો અલગ-અલગ માણસો પાસેથી ફરીયાદીની હીસ્ટ્રી મેળવતા હોય તેમજ સાતેક દિવસ પહેલા ફરીયાદીની પત્નિને ફોન કરી મારી નાંખવાની ધમકી આપેલ હોય, આ બાબતનુ મનદુખ રાખી આ કામના બન્ને શકદારમાથી કોઇએ આવી ફરીયાદી પોતાના હવાલાની મેટાડોર ટ્રક નંબર જીજે.૧.સી.વાય-૦૧૯૬ ની કેબીનનો દરવાજો ખોલી દરવાજા તરફ પીઠ રાખી બેસેલ હોય. ત્યારે કોઇ અજાણ્યા ઇસમએ આવી (બંદૂક) જેવા હથીયારથી ફાયરીંગ કરી ફરીયાદીની પીઠ પાછળ ડાબી બાજ મણકા પાસે ફરીયાદીને મારી નાખવાના ઇરાદે ગોળી મારી ગુન્હો કર્યા બાબત પોતાની ફરિયાદ આપતા પોલીસ કાર્યવાહી આરંભી હતી

જુનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બનાવને અંજામ આપનાર ઇસમને તાત્કાલીક પકડી પાડવા કડક સુચના આપવામાં આવેલ. જે અન્વયે એલસીબી જૂનાગઢના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.કે.ગોહિલ તથા એલ.સી.બી સ્ટાફ તાત્કાલીક સક્રિય થઇ બનાવ સ્થળની આજુ-બાજુના સી.સીટી.વી. ફુટેજ તેમજ નજરે જોનાર સાહેદોની પુછપરછ કરી ફાયરીંગના બનાવને અંજામ આપનાર ફરીયાદીના પત્નિનો ભાઇ પ્રદિપ નારણભાઇ કાનગડ સંડોવાયેલ હોય. જેથી ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરાવતા આરોપી રાજકોટ, નહેરૂ નગર, આહિર ચોક પાસે હોવાની બાતમી હકિકત મળતા તાત્કાલીક એક ટીમ રાજકોટ ખાતે રવાના કરી બાતમીની જગ્યાએ તપાસ કરતા આરોપી પ્રદિપ નારણભાઇ કાનગડ તથા બનાવમાં ઉપયોગ કરેલ પીસ્તોલ સાથે મળી આવતા ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ ખાતે લાવી આગળની કાર્યવાહી અર્થે કેશોદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો હતો


પોલીસ સમક્ષ ઝડપાયેલ આરોપીએ કેફિયત આપતા જણાવ્યું હતું કે તેમની નાની બહેન કાજલ ઉ.વ.૨૪ રહે. નહેરૂ નગર, રાજકોટવાળીએ પાંચેક માસ પહેલા તેના મકાન સામે રહેતા આઇસર ટ્રક ડ્રાઇવર ભરત પુંજાભાઈ કુવાડીયા આહિર રહે.મુળ માણેકવાડા તા.કેશોદવાળા સાથે ભાગીને લગ્ન કરેલ હોય, પોતાની નાની બહેનના આ પગલાને લીધે આરોપી પ્રદિપ નારણભાઇ કાનગડને સમાજમાં પોતાની આબરૂ ગયેલ હોય. જે બાબતે લાગી આવતા પોતે પોતાની બહેનના પતિને જાનથી મારી નાંખવાનો પ્લાન ઘડેલ હોય. અને અવાર-નવાર ભરત કુવાડીયાની ભાડ મેળવવા પ્રયત્ન કરતો હોય. અને પોતે આયોજન પુર્વક ગુનાને અંજામ આપવા જી.પી.એસ. સીસ્ટમ મંગાવી તથા હથિયાર તથા કાર્ટીસની ખરીદી કરી આરોપી પ્રદિપને ભરત કુવાડીયાનું લોકેશન મળતા તેના હવાલાની આઇસર ટ્રકમાં લગાડી તેનું લોકેશન ટ્રેસ કરી પોતાને પોલીસ શોધી ન શકે તેવા ઇરાદાથી પોતાનો પર્સનલ મોબાઇલ ફોન ઘરે મુકી જૂનાગઢ મુકામે આવી શ્રીરામ ગેસ્ટ હાઉસ ખાતે બે દિવસ રોકાણ કરી ભરત કુવાડીયાનું જી.પી.એસ. સીસ્ટમ મારફતે લોકેશન ટ્રેસ કરી લોડેડ હથિયાર સાથે કેશોદ મુકામે આવી કેશોદ દિપાર્તી ફર્નીચરની સામે, નોબલ હોસ્પીટલ ની સામે બપોરના સમયે આઇસર ટ્રકની કેબીનમાં બેસેલ ભરત કુવાડીયા પર જાનથી મારી નાંખવાને ઇરાદે જાહેરમાં ફાયરીંગ કરેલાની કબુલાત આપી હતી તેમજ પોલીસે આરોપી પ્રદીપ પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ કિંમત રૂ. ૫૦.૦૦૦ મોબાઈલ ફોન રૂ. ૧૦.૦૦૦ તેમજ એક જીવતા કારતૂસ કિમત રૂ. ૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અહેવાલ- હુસેન શાહ, જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here