શહેરા તાલુકાના સલામપુરા ગામે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત, જ્યારે બે વ્યક્તિઓને ઈજા.

0
168

બંને ઈજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

  • શહેરા તાલુકાના નાડા રોડ ઉપર આવેલ સલામપુરા ગામ નજીકથી પસાર થતી બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઈક ઉપર સવાર મંગલપુર ગામના ૨૦ વર્ષીય પ્રકાશ ભારતભાઈ ચાવડાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું,જ્યારે મૃતક પ્રકાશની પાછળ બેઠેલ તેઓના પિતાને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, સાથે જ અન્ય બાઈક ઉપર સવાર નાંદરવા ગામના ૨૪ વર્ષીય સચિન નારણભાઈ વણઝારાને ગંભીર ઈજાઓ જ્યારે સુનિલ લક્ષ્મણભાઈ વણઝારાને નજીવી ઈજાઓ પહોંચી હતી, આ ત્રણેય ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા શહેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા આવ્યા હતા,જ્યાંથી વધુ સારવાર અર્થે ગોધરા ખસેડવામાં હતા.જોકે સચિન વણઝારાની હાલત વધુ ગંભીર હોવાથી તેને ગોધરા થી વડોદરા અને ત્યાંથી અમદાવાદ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું,આમ આ અકસ્માતની ઘટનામાં બે યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો,જ્યારે કે ઈજા પામેલ ભારતભાઈ ચાવડા ગોધરા ખાતે અને સુનિલ વણઝારા વડોદરા ખાતે સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here