- રવિવારે રાજકોટમાં 85 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો
રાજકોટમાં 24 કલાકમાં 2 દર્દીના કોરોનાથી મોત નીપજ્યાં છે. જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8261 પર પહોંચી છે. જેમાંથી 582 દર્દી રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રવિવારે રાજકોટમાં 85 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના કેસની સંખ્યા તંત્રના ચોપડે ધીમે ધીમે ઘટી રહી છે.
10 હજારથી વધુ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો
રાજકોટ શહેરના 8261 અને ગ્રામ્યના 3788 સહિત રાજકોટ કુલ કેસની સંખ્યા 12049 થઈ છે, જ્યારે કુલ મોતનો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. રાજકોટમાં હાલ 700થી વધુ દર્દીઓ હોમ આઈસોલેશન, કોવિડ કેર સેન્ટર તેમજ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે, તેમજ 10,000થી વધુ ડિસ્ચાર્જ થયા છે.
રાજકોટમાં હાલ 1800 બેડ ખાલી છે
2600થી વધુ કોવિડ બેડની ક્ષમતા ધરાવતા રાજકોટમાં 1800 બેડ ખાલી છે. શહેર અને જિલ્લામાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા ઘટી છે. શહેરમાં નવા જાહેર થયેલા મધુવન પાર્ક, શ્રીજીનગર, વૃંદાવન સોસાયટી, અલ્કાપુરી, પ્રણામી પાર્ક સહિત 9 ઝોન સહિત કુલ 42 સક્રિય ઝોન છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આ સંખ્યા 286 છે.