ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ ઍવિયેશન (ડીજીસીએ)એ જણાવ્યું હતું કે એમણે શિયાળામાં 12,983 સાપ્તાહિક સ્થાનિક ફ્લાઇટોને ઉડાડવાની હવાઇ કંપ્નીઓને પરવાનગી આપી છે.
આ શિડ્યુલની શરૂઆત 25 ઑક્ટોબરથી 27 માર્ચ 2021 સુધીની રહેશે. ગયા વર્ષે ડીજીસીએએ શિયાળાના શિડ્યુલમાં 23307 સાપ્તાહિક સ્થાનિક ફ્લાઇટ માટે પરવાનગી આપી હતી. ડીજીસીએએ રવિવારે જણાવ્યું હતું કે એમણે ઇન્ડિગો માટે 6006 ફ્લાઇટ્સ, સ્પાઇસ જેટ અને ગોઍર માટે 1957 અને 1203 સાપ્તાહિક સ્થાનિક ફ્લાઇટ માટે પરવાનગી આપી છે. કોવિડ-19ના રોગચાળાને ધ્યાનમાં રાખીને હાલ ભારતમાં હવાઇ કંપ્નીઓને 60 ટકાની ક્ષમતા સાથે ફ્લાઇટના સંચાલનની પરવાનગી આપવામાં આવી છે. આ વર્ષે 25 ઑક્ટોબરથી 27 માર્ચ 2021 સુધી ગત વર્ષની સરખામણીએ 55.7 ટકા ફલાઇટ માટે પરવાનગી આપવામાં આવી છે. આમાંથી 95 ટકા ફ્લાઇટો ભારતીય હવાઇમથકો પરથી ઑપરેટ કરવામાં આવશે.
કોરોના વાઇરસના લોકડાઉનને કારણે બે મહિનાના બંધ રાખ્યા બાદ ભારતે 25 મે 2020થી સ્થાનિક ફ્લાઇટો માટે પરવાનગી આપી હતી. એ વખતે વિમાની કંપ્નીઓને ફક્ત 33 ટકા ક્ષમતા સાથે જ ઑપરેટ કરવાની પરવાનગી અપાઇ હતી.