વાહનોના વેચાણમાં કોરોના ન નડ્યો, રાજકોટમાં 1200 ટુ વ્હિલર અને 800 કાર વેચાઈ: દિવાળીના એડવાન્સ બુકિંગ પણ થયા

0
77
  • કોરોનાને કારણે લોકો માસ ટ્રાન્સપોર્ટેશનમાં જવાનું ટાળતા વાહનોની ડિમાન્ડ નીકળી,કેટલાક મોડલમાં સ્ટોક ખૂટી પડ્યા
  • માર્ચ મહિનાથી શરૂ થયેલી મંદીના હવે વળતા પાણી
  • રવિવારે સવારથી શુભ મુહૂર્તમાં જ લોકો ટુ વ્હિલર અને ફોર વ્હિલરના શો-રૂમમાં પહોંચી ગયા હતા અને રાત્રીના 9.00 સુધી ખરીદી

કોરોના પછી લોકો માસ ટ્રાન્સપોર્ટેશનમાં જવાનું ટાળી રહ્યા છે.લોકો પોતાના વાહન પર મુસાફરી કરવાનું વધુ સુરક્ષિત હોવાનું માની રહ્યા હોય કોરોના પછી રાજકોટમાં વાહનોની ડિમાન્ડમાં વધારો થયો છે. રવિવારે દશેરાએ એક જ દિવસમાં 1200 ટુ વ્હિલર અને 800 ફોર વ્હિલર વેચાયા હતા.જ્યારે કેટલાક વાહનો અને મોડલમાં સ્ટોક ખૂટી પડતા લોકોને પોતાની પસંદગી મુજબના કલર અને મોડલ નહોતા મળ્યા. તે લોકોએ ખરીદી કરવાનું ટાળ્યું હતું. દશેરા કરતા દિવાળીએ વધુ વેપારની આશા સેવાઈ રહી છે. લોકોને પોતાની પસંદગી મુજબના વાહનો મળી રહે તે માટે દિવાળીના એડવાન્સ બુકિંગ કરાવી લીધા હતા.

કોરોના પછી વાહન બજારમાં સૌથી વધુ વેચાણ નવરાત્રીથી દશેરામાં નોંધાયું છે.નવરાત્રી અને દશેરામાં વાહનોનું વેચાણ વધતા ઓટો ડીલરોને દિવાળી સારી જવાની આશા છે..ગત વર્ષે ટુ વ્હિલર 1300 અને 1 હજાર ફોર વ્હિલર વેચાયા હતા. જો કે કોરોનાને હિસાબે આ વખતે વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાશે તેવો ભય ડીલરોને હતો.તે ખોટો સાબિત થયો હતો.રવિવારે સવારથી શુભ મુહૂર્તમાં જ લોકો ટુ વ્હિલર અને ફોર વ્હિલરના શો-રૂમમાં પહોંચી ગયા હતા અને રાત્રીના 9.00 સુધી ખરીદી ચાલુ રહી હતી.

પહેલા નોરતે ખરીદી વધુ હતી
દશેરાએ પ્રથમ સેશનમાં ખરીદીનો માહોલ સારો હતો. જ્યારે બપોર બાદ માર્કેટમાં ખરીદનારાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. દશેરા કરતા પહેલા નોરતે સારી ઘરાકી હતી. પહેલા નોરતે જ આખા રાજકોટમાં 2 હજાર ટુ વ્હિલર વેચાયા હતા. – સંજય ડાંગર, મેનેજર ટુ વ્હિલર શો-રૂમ

વેપારીઓને આશાઃ દિવાળીમાં ગ્રામ્ય વિસ્તારમાંથી વધુ ખરીદી નીકળશે
દશેરાએ જે ખરીદી હતી તે શહેરી વિસ્તારની હતી. મગફળી,કપાસ વગેરેની સિઝન શરૂ થઈ રહી છે.આ જણસી માર્કેટમાં આવ્યા બાદ ખેડૂતો પાસે પૈસા આવશે. એટલે દિવાળીઅે જે ખરીદી નીકળશે તે ગ્રામ્ય વિસ્તારની હશે અને તેમાં પણ ઉછાળો હશે તેમ ઓટો ડીલરોએ જણાવ્યું છે.

દિવાળીના એડવાન્સ બુકિંગ નોંધાયા
કોરોના પછી પહેલીવાર ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં ઉછાળો આવ્યો છે. દિવાળીના એડવાન્સ બુકિંગ થયા છે. લોકો બીજા નોરતા પછી સીધુ દશેરાએ કાર ખરીદવાનું વધુ પસંદ કરે છે. આ દિવસે આખા રાજકોટમાં 800 કારની ડિલવરી નોંધાઈ હતી. પહેલા નોરતાથી લઇને દશેરા સુધી ફોર વ્હિલરની ખરીદી લોકોએ કરી છે. – શ્યામ રાયચૂરા, ફોર વ્હિલરના ઓટો ડીલર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here