મીઠાઈની દુકાન પર સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી.
કોરોનાને કારણે લોકોએ લાંબા સમય સુધી મીઠાઈ નહોતી ખાધી.પહેલાની સરખામણીએ કોરોનાનું સંક્રમણ અટક્યું છે. ત્યારે દશેરા નિમિત્તે લોકોએ મન ભરીને મીઠાઈ ખાધી હતી. રવિવારે દશેરા હોય રાજકોટમાં રૂ. 5 કરોડની મીઠાઈ વેચાઈ હતી.મીઠાઈના વેપારી કલ્પેશભાઈ ડોબરિયાએ જણાવ્યું હતું કે, આ વખતે રિટેઈલર કાઉન્ટર ગત વર્ષની સરખામણીએ 40 ટકા ડાઉન હતું. જ્યારે ઈન્ડસ્ટ્રીયલ ડિમાન્ડમાં ઉછાળો હતો.
કોવિડની હિસાબે ઉદ્યોગપતિઓએ આ વખતે જમણવાર કે અન્ય કોઈ કાર્યક્રમ નહીં રાખ્યો હોવાથી તેના બદલે પોતાના કર્મચારીઓને મીઠાઈ આપી હતી. સૌથી વધુ ડિમાન્ડ મિક્સ અને દૂધની મીઠાઈની હતી. જ્યારે સાટ્ટા અને ઘારી જેવી મીઠાઈની ડિમાન્ડ ઓછી હતી. મીઠાઈની સાથે લોકોએ ગાંઠિયા અને જલેબીની જયાફત માણી હતી. મીઠાઈના વેપારી જગદીશભાઈ અકબરીના જણાવ્યા અનુસાર આખો દિવસ ગાંઠિયા અને જલેબીમાં ફૂલ કાઉન્ટર રહ્યું હતું તેમાં અંદાજિત એક કરોડથી વધુ રકમનો વેપાર આખા રાજકોટ થયો હોવાનું અનુમાન છે.