નેહા કક્કડથી ઉંમરમાં આટલો વર્ષ નાનો છે રોહનપ્રીત, પહેલા શહેનાઝ ગિલ સાથે કરવા હતા લગ્ન

0
200

નેહા કક્કડે રોહનપ્રીત સાથે લગ્ન કરી લીધા છે. તેમના લગ્ન સમારોહના ફોટો અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા છે. જો કે લગ્નના દિવસ સુધી લોકો માનતા ન હતા કે નેહા ખરેખર લગ્ન નથી કરી રહી તે તેના વીડિયો આલ્બમનું પ્રમોશન કરી રહી છે. કારણ કે નેહાએ તેના વીડિયો આલ્બમને પણ લોન્ચ કર્યો છે. જેનું ટાઈટલ પણ નેહુ દા વ્યાહ છે. પરંતુ આ અટકળો વચ્ચે નેહા અને રોહનપ્રીતે લગ્ન કરી લીધા છે. 

નેહા કક્કડ તો ખૂબ પ્રખ્યાત છે પરંતુ રોહનપ્રીત વિશેની કેટલીક વાતને લઈ મોટાભાગના લોકો અજાણ હશે. રોહનપ્રીતનો જન્મ પંજાબના પટિયાલામાં થયો હતો. તે 25 વર્ષીય પંજાબી ગાયક છે. જ્યારે નેહા કક્કર 32 વર્ષની છે. એટલે કે રોહનપ્રીત નેહા કક્કડ કરતા 7 વર્ષ નાનો છે. 2007 માં રોહનપ્રીત ‘સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સ’નો પ્રથમ રનર અપ હતો જ્યારે 2018 માં’ રાઇઝિંગ સ્ટાર 2 ‘થી તે પ્રખ્યાત થયો હતો.  

નેહા પહેલા તે શહેનાઝ ગિલના સ્વયંવરમાં આવ્યો હતો. આ શોમાં તેણે શહેનાઝને અન્ય છોકરાઓની જેમ પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો. નેહા કક્કડ અને રોહનપ્રીતે મ્યુઝિક વીડિયો પણ કર્યા છે. તાજેતરમાં જ તેનું ગીત ‘નહેરુ દા વ્યાહ’ રિલીઝ થયું છે, જ્યાર પછી બંનેના લગ્ન થયા છે.  જો કે મજાની વાત તો એ છે કે જ્યારે આ બંનેના લગ્નની ચર્ચા શરૂ થઈ ત્યારે રોહનપ્રીતના મેનેજરે કહ્યું હતું કે બંને સિંગલ છે અને સાથે કામ કરે છે આવી ચર્ચાઓ થાય છે બાકી બંનેની લગ્ન કરવાની કોઈ યોજના નથી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here