જસદણ : કોરોના મહામારીની શરૂઆતથી સેવા કરતી નિ:સ્વાર્થ સેવા સમિતિ આજે પણ કાર્યરત

0
62

કોરોના મહામારીની શરૂઆત પ્રથમ દિવસથી જ નિ:સ્વાર્થ સેવા સમિતિ જસદણના આયોજન હેઠળ જસદણ શહેર તેમજ પંથકને નિઃસ્વાર્થ ભાવે મદદરૂપ થવાના શુભ આશયથી શરૂ કરવામાં આવેલ સેવાયજ્ઞની જયોત આજના દિવસે પણ પ્રજવલિત છે હાલ જસદણ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને મદદરૂપ થવા માટે રાત દિવસ જોયા વગર સંસ્થા પૂરતી સક્રિયતા દાખવી રહી છે

દશેરાના દિવસે ભગવાન શ્રી રામ કોરોના નામક રાક્ષસનો સંહાર કરી સમગ્ર વિશ્વની નિર્દોષ માનવજાત માં રહેલી દહેશતથી છૂટકારો અપાવે તેમજ સમગ્ર વિશ્વમાં સુખ શાંતિ અને કોરોનાનો ભોગ બનેલા નિર્દોષ માનવજાત ની આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના સાથે દશેરાના દિવસે જસદણની સરકારી હોસ્પિટલના મુખ્ય પટણાગણમાં જસદણના રાજવી પરિવારના નામદાર દરબાર સાહેબ શ્રી સત્યજીતકુમાર ખાચર સાહેબ ના યજમાન પદે “ગાયત્રી યજ્ઞ”નું આયોજન કરવામાં આવ્યું હતુ ઈતની શક્તિ હમે દેના દાતા.. પ્રાર્થના ગીત ગાન કરી ગાયત્રી યજ્ઞની શરૂઆત કરતા શુદ્ધ ભાવના સાથે ગાયત્રી પરિવાર ગોંડલ ના ભરતસિંહજી જાડેજા અને નરસિંહભાઈ વેકરીયા તેમજ જસદણના હેતલબેન રાદડીયા ચંપાબેન સાપરા મંજુબેન ઝાંપડીયા દ્વરા શાસ્ત્રોકત વિધી અને મંત્રોચ્ચાર થી “ગાયત્રી યજ્ઞ” સંપન્ન કરવામાં આવતા જસદણ સરકારી હોસ્પિટલમાં ઉપસ્થિત સૌ કોઈને અદ્ભુત વાતાવરણ પ્રસર્યા નો અહેસાસ થયો હતો

યજમાન પદે બિરાજેલા દરબાર સાહેબે સત્કાર્ય ના સહભાગી બનવા બદલ ધન્યતા અનુભવી હતી નિઃસ્વાર્થ સેવા સમિતિ જસદણના પ્રમુખ મેહુલભાઈ સંઘવીએ દરબાર સાહેબને સન્માનીત કરતા જણાવ્યું હતું કે અમારી સંસ્થાના સેવાયજ્ઞ ની જયોત કાયમી ધોરણે પ્રજવલિત રહે તે માટેની અમારી પૂરતી તૈયારી છે

ગાયત્રી યજ્ઞમાં જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. આર એમ મૈત્રી આરોગ્ય વિભાગ ના તાલુકા સુપરવાઈઝર જીતુભાઈ પટેલ ડો. સુનિલભાઈ મકવાણા ડો. નિલેષભાઈ બાંભણીયા ડો. રાજેશભાઈ ભુવા ભગવતીબેન વાછાણી આસ્તિકભાઈ મહેતા આલોકભાઈ ડાબસરા પરશુરામભાઈ કુબાવત તેમજ જસદણ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અશોકભાઈ ધાધલ ચંદ્રકાંતભાઈ ભટ્ટ અનંતભાઈ દવે નિરજભાઈ શર્મા કિશોરભાઈ છાયાણી સંજયભાઈ મહેતા મયુરભાઈ હિરપરા અશોકભાઈ ઠકરાળ ગજેન્દ્રભાઈ રામાણી સુરેશભાઈ ધોળકીયા આશિષભાઈ સોમૈયા અશોકભાઈ મહેતા ભરતભાઈ જનાણી ગોપીભાઈ ભલસોડ હિતેશભાઈ જોષી મહેન્દ્રભાઈ ખુમાણ ગૌતમભાઈ પારકર દિનેશભાઈ ભેંસજાળીયા સહિતના આગેવાનો આસ્થાભેર ઉપસ્થિત રહ્યા હતા

ગાયત્રી યજ્ઞ નું સફળ સંચાલન નિ:સ્વાર્થ સેવા સમિતિના હર્ષાબેન ચાવડા ડિમ્પલબેન સંઘવી અને એડવોકેટ પ્રકાશભાઈ પ્રજાપતિએ કર્યું હતુ તેમજ આભાર વિધી હર્ષદભાઈ ઉપાધ્યાય કરી હતી તેમજ યજ્ઞ કાર્યક્રમને યાદગાર સંભારણુ બનાવવા માટે વલ્લભભાઈ જીંજુવાડીયા હસમુખભાઈ મકવાણા રમેશભાઈ જેસાણી હરેશભાઈ શેઠ વિજયભાઈ ચૌહાણ ગીતાબેન મકવાણા હિમાંશીબેન ઝાંપડીયા એકતાબેન વઘાસીયાએ જહેમત ઉઠાવી હતી

“ગાયત્રી યજ્ઞ”માં વહીવટી તંત્ર ની સુચના અનુસાર તમામ પ્રકારના નિયમોનું પાલન કરતા દર્દીઓ તેમજ આમંત્રિત મહેમાનો માટે ખાસ પ્રકારની તકેદારી રાખવામાં આવી હતી

અહેવાલ- કરસન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here