ગોંડલના પક્ષી પ્રેમી ગ્રુપે નવરાત્રી પર્વ દરમ્યાન હોસ્પિટલમાં અવતાર લીધેલી 80 જગદંબાઓને અનેકવિધ લાણી આપવામાં આવી

0
88

ગોંડલ પક્ષી પ્રેમી ગ્રુપ દ્વારા નવરાત્રીના પાવન નોરતામા પહેલાં નોરતા થી લઇને નવમા નોરતા સુધીમાં ગોંડલ ની તમામ હોસ્પિટલમાં જેટલી નવદુર્ગાઅો (દીકરીઅો) અવતાર લ્યે તેમને અેક નાશ લેવાનું મશીન, અેક પ્રમાણપત્ર અને બે માસ્ક (N 95)તેમના માતાપિતા ને લાણી રુપે આપેલ હતા. તેમજ દરેક ડોક્ટર ને સીલ્ડ તથા તેમના સ્ટાફ ને ગીફ્ટ આપેલ હતી. પક્ષી પ્રેમી ગ્રુપ ના પ્રમુખ રોહિતભાઇ સોજીત્રા ઉપપ્રમુખ યુસુફભાઇ ભાઇજી તથા અંકિતભાઇ મકવાણા, હિતેશભાઇ તન્ના, ગૌતમભાઇ પારગી, સંગીતાબેન સોજીત્રા, નીતાબેન રામોતીયા, કીર્તિબેન મારુ, નેહાબેન રામોતીયા, નૈનાબેન દુધાત સહિત ના ઓ એ જહેમત ઉઠાવેલ છે.
નવરાત્રી દરમ્યાન સરકારી હોસ્પિટલ મા ૧૬ દીકરીઅો, શ્રી રામ હોસ્પિટલ મા ૧૪ દીકરીઅો, રન્નાદે હોસ્પિટલ મા ૨ દીકરીઅો., ભક્તિ હોસ્પિટલ મા ૬ દીકરીઅો., નીલકંઠ હોસ્પિટલ મા ૧૧ દીકરીઅો., ગોકુલ હોસ્પિટલ મા ૧૫ દીકરીઅો., મધુરમ હોસ્પિટલ મા ૫ દીકરીઅો.રાધે હોસ્પિટલ મા ૭ દીકરીઅો. આમ કુલ નવરાત્રીના નવ દિવસ દરમિયાન ૮૦ જેટલી દીકરી અોઅે જન્મ લીધેલ હોય જેઓને પક્ષી પ્રેમી ગ્રુપ દ્વારા આવકારવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here