રાજકોટની જે.જે. કુંડલીયા કોલેજે વિદ્યાર્થીઓને ઈન્ટરનલ પરીક્ષા માટે બોલાવતા વિવાદ, ક્લાસમાં 15ને બદલે 50 વિદ્યાર્થીઓને બેસાડ્યાનો NSUIનો આક્ષેપ

0
195

રાજકોટની જે.જે. કુંડલીયા કોલેજે વિદ્યાર્થીઓને કોંલેજ બોલાવતા જ NSUI પહોંચી વિવાદ કર્યો હતો

  • પરીક્ષા રાખી નથીઃ સંચાલિકા, પરીક્ષા ન હોય તો વિદ્યાર્થીઓને કોલેજ બોલાવ્યા શા માટે તેવો સવાલ ઉઠ્યો

હાલ કોરોના મહામારીચાલી રહી છે. આથી સરકાર નિર્ણય ન લે ત્યાં સુધી કોઈ પણ શાળા કે કોલેજ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કે પરીક્ષા માટે શાળા કે કોલેજ ખાતે બોલાવી શકે નહીં. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ દરેક કોલેજમાં ગાઈડલાઈનનો પરિપત્ર મોકલી આપ્યો છે. પરંતુ રાજકોટની જે.જે. કુંડલીયા કોલેજે ગાઈડલાઈનનો ઊલાળ્યો કરી આજે ઈન્ટરનલ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને કોલેજ ખાતે બોલાવ્યા હતા. આ અંગેની જાણ NSUIને થતા કાર્યકરો કોલેજ ખાતે પહોંચ્યા હતા અને વિવાદ થયો હતો. NSUIએ આક્ષેપ કર્યો હતો કે એક ક્લાસમાં 15 કે 20 વિદ્યાર્થીને બેસાડવાને બદલે 50 જેટલા વિદ્યાર્થીઓ જોવા મળ્યાં હતા.

કોલેજ સંચાલિકાએ NSUIને પરીક્ષા ન લેવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો
જે.જે. કુંડલીયા કોલેજના સંચાલિકા સાથે NSUIએ રકઝક કરી હતી. બાદમાં સંચાલિકાએ NSUIને ઈન્ટરનલ પરીક્ષા ન લેવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો અને વિદ્યાર્થીઓને કોલેજ ખાતેથી રજા આપવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગાઈડલાઈન મુજબ ઈન્ટરનલ પરીક્ષા લેવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. તમામ વિષયો માટેના MCQ ટેસ્ટ લેવા માટે વિદ્યાર્થીઓને કોલેજ ખાતે બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

પરીક્ષા લેવાતી નહોતી તો વિદ્યાર્થીઓને કોલેજ બોલાવ્યા શા માટે?
NSUIએ કહ્યું રજુઆત કરવા આવ્યા છીએ પરીક્ષા રદ કરો તો સંચાલિકાએ કહ્યું કે પરીક્ષા રાખી જ નથી તો રદ કરવાનો પ્રશ્ન જ નથી. કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવાતી ન હોય તો વિદ્યાર્થીઓને કોલેજ બોલાવ્યા શા માટે તેવો સવાલ પણ ઉઠ્યો હતો. NSUIએ જણાવ્યું હતું કે, એક ક્લાસમાં 15થી 20 વિદ્યાર્થીઓ હોવા જોઈએ તેના બદલે વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં મૂકી 50 વિદ્યાર્થીઓ એક ક્લાસમાં બેસાડ્યા હતા. બીજી તરફ સંચાલિકાએ જ સ્વીકારતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જે પરીક્ષાઓ મંજૂર કરી છે તે જ પરીક્ષાઓ અહીં લેવામાં આવી રહી છે. આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રેમેડિયલ પરીક્ષા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here