કોરોનાના ખોફથી રાણીપના રાધાસ્વામી રોડની 50 સોસાયટીમાં આજથી અઠવાડિયાનું સ્વયંભૂ લોકડાઉન, સોશિયલ મીડિયામાં બેનરની તસવીર વાઇરલ

0
115
  • ગઈકાલે 5 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં 162 કોરોનાના નવા કેસ નોંધાયા હતા

અમદાવાદ શહેરમાં કોરોનાએ ઊથલો માર્યા બાદ હવે સતત કેસ ઘટવા લાગ્યા છે. ગઈકાલે શહેરમાં કુલ 162 નવા કેસ નોંધાયા હતા. જોકે હજુ શહેરમા વસતા લોકોમાં કોરોનાનો ખોફ યથાવત્ છે. રાણીપના રાધાસ્વામી રોડ પરની 50 જેટલી સોસાયટીઓમાં આજથી એક અઠવાડિયાનું સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું હોવાનું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થયું છે.

રાણીપના નાગરિકો અને સંસ્થાના નામે બેનર
ગુડફીલ સામાજિક વિકાસ સંસ્થા (GSVS), રાણીપ નાગરિક વિકાસ સંઘ. ડો. આંબેડકર વિચાર મંચ અને રાણીપ વિસ્તારના પ્રબુદ્ધ જાગ્રત નાગરિકોના નામે બેનર લગાવ્યા હોવાનું સોશિયલ મીડિયામાં વાઈરલ થયું છે. આ બેનરમાં 26/10/2020થી 4/11/2020 સુધી સ્વયંભૂ લોકડાઉન રાખ્યાનો ઉલ્લેખ કરાયો છે.

રાણીપમાં અઠવાડિયામાં 6 લોકોનાં મોતનો મેસેજ
ગઈકાલે પાંચ વાગ્યા સુધીમાં 162 નવા નોંધાયા હતા અને 2 દર્દીનાં મોત થયાં હતાં. જ્યારે 88 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 41,346 થયો છે. જ્યારે 35,978 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,888 થયો છે. ત્યારે રાણીપ વિસ્તારમાં અઠવાડિયામાં 6 કોરોના પોઝિટિવ દર્દીનાં મોત થયાનો ઉલ્લેખ વાઈરલ મેસેજમાં કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here