ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વીજ પટેલની ઢસાથી ગઢડા સુધી રેલી યોજાઈ, 500 બાઈકમાં કાર્યકરો હેલ્મેટ વગર જોવા મળ્યાં, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

0
89

ઢસાથી ગઢડા સુધીની ભાજપની રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમને નેવે મૂકયો

  • ઋત્વીજ પટેલની ખુલ્લી જીપમાં 25 કિલોમીટરની રેલી યોજાઈ

ગઢડા વિધાનસભા 106 બેઠક પર ભાજપ યુવા મોરચા દ્વારા ઢસાથી ગઢડા સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 જેટલી બાઈક જોડાઈ હતી. રેલીમાં ઋત્વીજ પટેલ તેમજ વિભાવરીબેન દવે ખુલ્લી જીપમાં જોવા મળ્યાં હતા. ભાજપના નેતા અને કાર્યકરોને કોરોનાની ગાઈડલાઈન લાગુ પડતી ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. આ ઉપરાંત બાઈક પર તમામ કાર્યકરો હેલ્મેટ વગર જોવા મળ્યાં હતા. સામાન્ય લોકો હેલ્મેટ વગર પસાર થાય તો પોલીસ તેની પાસેથી મસ મોટો દંડ વસૂલી લે છે. પરંતુ ભાજપના કાર્યકરો પાસેથી દંડ વસુલશે કે કેમ તેવો સવાલ ઉઠ્યો છે. રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યાં હતા.

500 બાઈક સાથે કાર્યકરો રેલીમાં જોડાયા હતા અને એક પણ કાર્યકરે હેલ્મેટ પહેર્યુ નહોતું

500 બાઈક સાથે કાર્યકરો રેલીમાં જોડાયા હતા અને એક પણ કાર્યકરે હેલ્મેટ પહેર્યુ નહોતું

ઋત્વીજ પટેલની ખુલ્લી જીપમાં 25 કિલોમીટરની રેલી યોજાઈ
દિવસેને દિવસે ગઢડા પેટાચૂંટણીમાં રાજકીય ગરમાવા સાથે પ્રચાર વેગ વંતો જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારને જીતાડવા કામે લાગી ગયું છે. ત્યારે આજે ઢસા જંકશનથી ગઢડા સુધી બાઈક રેલીનું આયોજન યુવા ભાજપ મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં યુવા મોરચા પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલ હાજર રહ્યા હતા. તેમની સાથે મંત્રી વિભાવરીબેન દવે પણ જોડાયા હતા. 25 કિલોમીટરની રેલીમાં આશરે 500 બાઈક સાથે કાર્યકરો જોડાયા હતા. રેલી મુખ્ય માર્ગ સહિત ગઢડામાં ફરતા કેસરિયો માહોલ જોવા મળ્યો હતો.

રેલીમાં ઋત્વીજ પટેલ સાથે મંત્રી વિભાવરીબેન દવે પણ જોડાયા હતા

રેલીમાં ઋત્વીજ પટેલ સાથે મંત્રી વિભાવરીબેન દવે પણ જોડાયા હતા

ઋત્વીજ પટેલ રમણ પાટકરના નિવેદનથી અજાણ
યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલ આવતા જ કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ ઋત્વીજ પટેલે ગઢડા સહિત રાજ્યની 8 બેઠક પર ચૂંટણી યોજાવાની છે તે તમામ બેઠકો જીતવાની આશા વ્યક્ત કરી હતી. તેમજ મુખ્યમંત્રીની હાજરીમાં રમણ પાટકર દ્વારા આપવામાં આવેલા નિવેદન મામલે ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, હું કંઈ જાણતો નથી. તેમજ મુખ્યમંત્રી દ્વારા પેટાચૂંટણી બાદ કોંગ્રેસ તૂટે છે અને હવે કોઈ કોંગ્રેસ ધારાસભ્યને લેવામાં નહીં આવે તે મામલે ઋત્વિજે જણાવ્યું હતું કે, મોવડી મંડળ આ બાબતે નિર્ણય કરશે અને તે નિર્ણયમાં યુવા મોરચો સાથે જ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here