PM મોદી કેવડિયામાં અહીં મારશે લટાર, લોકાર્પણ પહેલા જોઇલો ચિલ્ડ્રન પાર્ક, ગ્લો ગાર્ડનનો અંદરનો નજારો

0
80
  • ગ્લો ગાર્ડન, ભારતભવન અને એકતા નર્સરીનું ઉદ્ઘાટન કરાશે
  • PM એકતા નર્સરીનું ઉદ્ઘાટન કરશે તથા ગાર્ડનમાં ટહેલશે

આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 30 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે આગમન બાદ પ્રવાસીઓ માણી શકે તે માટે લક્ઝુરિયસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. જેમાં પીએમ મોદી લોકાર્પણ કરી લટાર મારશે.

જંગસ સફારીમાં વિવધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે.

જંગસ સફારીમાં વિવધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ
31મી ઓક્ટોબર, સરદાર પટેલ જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જેમાં તેઓ 30મીએ બપોરે 3:00 કેવડિયા કોલોની પહોંચશે, જ્યાં તેઓ જંગલ સફારી પાર્ક, ફેરી બોટનું ઉદ્ઘાટન કરશે. એ પછી સાંજે કેવડિયા કોલોની ખાતે જ ગ્લો ગાર્ડન, ભારતભવન અને એકતા નર્સરીનું ઉદ્ઘાટન કરશે તથા ગાર્ડનમાં ટહેલશે તેમજ તેઓ રાત્રે કેવડિયા કોલોની ખાતે જ રોકાશે.

કેવડિયાની સફર સાથે જોયટ્રેનની પણ મજા માણવા મળશે.

કેવડિયાની સફર સાથે જોયટ્રેનની પણ મજા માણવા મળશે.

ફેરી બોટ (ક્રુઝ )
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રવાસીઓ માટે બે સુવિધાઓ જળમાર્ગની અને હવાઈ માર્ગ ની સુવિધાઓ પ્રવાસીઓ માટે શરૂ થનાર છે જેમાં જળમાર્ગની વાત કરીએ તો ફેરી બોટ સુવિધા શરૂ થનાર છે કેવડિયા થી રમાડા હોટલ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી નો વિસ્તાર છે જેમાં જળમાર્ગે પ્રવાસીઓને ફેરી બોટમાં બેસીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈ શકશે તેનો પ્રારંભ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે .અને હાલમાં જે નર્મદા ડેમ થી ગરુડેશ્વર સુધીનો 12 કિલોમીટર વિસ્તાર ત્યાં હાલમાં પાણીથી છલોછલ ભરાઇ ગયું છે. અહી પ્રવાસીઓ ગોવા જેવી ક્રૂઝની સુવિધાનો લાભ લઇ શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફરતે આ ક્રૂઝ સર્વિસ ફરશે. પ્રવાસીઓને તેમાં કાફે, ફૂડ, સંગીત સહિતની ફેસિલિટી પૂરી પાડવામાં આવશે. એક પ્રવાસી દીઠ ક્રૂઝનું ભાડુ રૂા. 250થી 300ની વચ્ચે રહેશે.

અહીં સી-પ્લેનનું ઉદ્ધાટન પીએમ મોદી કરશે.

અહીં સી-પ્લેનનું ઉદ્ધાટન પીએમ મોદી કરશે.

સી-પ્લેન
રાજ્યમાં 31 ઓક્ટોબરથી બે સ્થળેથી સી-પ્લેન સેવા શરૂ થવા જઈ રહી છે.31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી સી પ્લેનમાં બેસી અમદાવાદની સાબરમતી રિવર ફ્રન્ટ આવશે. કેવડિયા બાદ હવે અમદાવાદમાં પણ સી-પ્લેનનું લેન્ડિગ થયું છે અને ફરી કેવડિયા રવાના પણ કરી દેવામાં આવ્યું છે.

સ્ટેચ્યુ ખાતે પહોંચતાની સાથે જ તમામ જગ્યાઓ પર લાઈટીંગ કરવામાં આવી છે.

સ્ટેચ્યુ ખાતે પહોંચતાની સાથે જ તમામ જગ્યાઓ પર લાઈટીંગ કરવામાં આવી છે.

લાઈટિંગનો શણગાર હવે કાયમી રહેશે
સ્ટેચ્યૂ વિસ્તારમાં પ્રવેશતા જ કોકોનટ લાઇટિંગ, લેસર લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે. આ લાઈટ થકી પ્રાણીઓનાં ચિત્રો, ફૂલ-ઝાડ પણ બનાવવામાં આવ્યા છે. કોકોનટ ગાર્ડન, ગ્લો ગાર્ડન તમામ વિસ્તારની લાઈટ, વિશ્વ વન સહિતના પ્રોજેક્ટમાં લાઈટિંગ કરાયું છે. આ લાઈટિંગ હવે કાયમી રખાશે.

ગ્લો ગાર્ડનમાં વિવિધ જાતના ફુલો લગાવવામાં આવ્યા છે.

ગ્લો ગાર્ડનમાં વિવિધ જાતના ફુલો લગાવવામાં આવ્યા છે.

ક્યાં પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે

  • જંગલ સફારી પાર્ક
  • ફેરી બોટ (ક્રુઝ )
  • ભારતભવન
  • એકતા મોલ
  • ચિલ્ડ્રન પાર્ક
  • ગ્લો ગાર્ડન
  • કેકટર્સ ગાર્ડન
  • એકતા નર્સરી
  • આરોગ્ય વન
આ જોય ટ્રેનમાં બાળકોથી લઈને વૃદ્ધો સફર માણી શકે છે.

આ જોય ટ્રેનમાં બાળકોથી લઈને વૃદ્ધો સફર માણી શકે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી એરોડ્રામ બનાવવામાં આવ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી એરોડ્રામ બનાવવામાં આવ્યું છે.

ગ્લો ગાર્ડનમાંથી નર્મદા બંધ પણ જોઈ શકાય છે.

ગ્લો ગાર્ડનમાંથી નર્મદા બંધ પણ જોઈ શકાય છે.

પ્રકૃતિના ખોળે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો લ્હાવો માણવા મળશે.

પ્રકૃતિના ખોળે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો લ્હાવો માણવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here