તમામ મહેસૂલી પરવાનગી, હક્કપત્રકની નોંધો અને મહેસૂલી કેસની તપાસ હવેથી ઓનલાઇ થશે

0
66
  • મહેસૂલ વિભાગ દ્વારા ‘ઇન્ટીગ્રેટેડ રેવેન્યુ ઇનસ્પેક્શન સીસ્ટમ’ ઓનલાઇન કરવામાં આવી
  • 27 જેટલી વિવિધ સેવાઓ ઓનલાઇન કરી સીંગલ વિન્ડો સીસ્ટમને યથાર્થ બનાવી

મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજયના મહેસૂલી વહીવટને કમ્પ્યુટરાઈઝડ, સલામત, સુરક્ષિત, સુદ્દઢ અને ઝડપી બનાવવાના પગલાંરૂપે હસ્તલિખિત મહેસૂલી રેકર્ડ જાન્યુઆરી-2004થી ઓનલાઈન કરવામાં આવેલ છે. રાજયની તમામ જમીનોના 8 કરોડ જેટલા હસ્તલિખિત 7/12 અને હસ્તલિખિત નોંધોને સ્કેન કરીને ઓનલાઇન ઉપલબ્ધ કરાવ્યાં છે. મહેસૂલી કોર્ટ કેસ, હક્કપત્રકની નોંધો અને વિવિધ પરવાનગીની અરજી તથા પ્રક્રિયા ઓનલાઇન કરવામાં ગુજરાત રાજય ભારતભરમાં મોખરે છે. મહેસૂલ વિભાગે ડીજીટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે વધુ એક નક્કર કદમ ભરી સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલ વિભાગની કચેરીઓની તપાસણીની પ્રક્રિયા ઓનલાઇન કરી “ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઇન્સપેક્શન સિસ્ટમ” દ્વારા હવેથી તમામ મહેસૂલી પરવાનગી, હક્કપત્રકની નોંધો અને મહેસૂલી કેસની તપાસ ઓનલાઇન મોડ્યુલમાં કરવામાં આવશે.

મહેસૂલને લગતી 27 સેવાઓ ઓનલાઈન કરાઈ
મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ રાજયના ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને સામાન્ય નાગરિકોની રોજબરોજની મહેસૂલી કામગીરીઓને લક્ષમાં રાખીને ટેકનોલોજીના માધ્યમથી સરળીકરણ અને પારદર્શિતા લાવવામાં હંમેશા અગ્રેસર રહ્યો છે. મહેસૂલી સેવાઓ વધુ ઝડપી, સરળ અને પારદર્શક બને તે માટે ઇ-ગવર્નન્સના માધ્યમ અને અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી iORA પર બિનખેતી પરવાનગી, પ્રીમિયમ પરવાનગી, બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરવાનગી, વારસાઇ નોંધ, સુધારા હુકમ, જમીન માપણી જેવી 27 જેટલી વિવિધ સેવાઓ ઓનલાઇન કરી સીંગલ વિન્ડો સીસ્ટમને યથાર્થ બનાવી છે.

‘ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઇન્સપેક્શન સિસ્ટમ લોન્ચ’કરાઈ
રાજયમાં હવે આ ટેકનોલોજીના સમયમાં આ તપાસની પ્રક્રિયા પણ ઓનલાઇન થાય તે માટે મહેસૂલ વિભાગે નક્કર નિર્ણય લીધો છે. “ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઇન્સપેક્શન સિસ્ટમ” દ્વારા હવેથી મહેસૂલી કચેરીઓની તપાસણી ઓનલાઇન કરવાથી સમયની બચત સાથે ગુણવત્તાસભર તપાસ થશે અને સમગ્રતયા કાર્યક્ષમ રીતે મહેસૂલી કામગીરી થશે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, જે બાબતો માટે મહેસૂલી કચેરીઓની ભૌતિક ચકાસણી કરવાની હોય તે માટે ઇન્સપેક્શન ટીમ જિલ્લા કચેરીએ જઇને કચેરી કચેરીની તપાસ કરશે. ટેકનોલોજીના ઉપયોગથી મહેસૂલ વિભાગે અરજી પ્રક્રિયા – તપાસ સુધીની પ્રક્રિયા ઓનલાઇન કરીને તમામ સરકારી વિભાગો માટે દ્રષ્ટાંત પુરું પાડેલ છે. રાજય સરકારના આ ક્રાંતિકારી નિર્ણયથી મહેસૂલી કચેરીઓની ઓનલાઇન તપાસણીથી સમય તથા નાણાંનો બચાવ થશે. મહેસૂલ વિભાગ દ્વારા “ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઇન્સપેક્શન સિસ્ટમ” લોન્ચ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here