માત્ર 12 વર્ષની ગુજરાતની દીકરીની ઝુંબેશ- દુષ્કર્મીઓને અપાવવા માંગે છે ફક્તને ફક્ત ફાંસીની સજા

0
78

દુષ્કર્મના વધી રહેલા બનાવો સામે સહી ઝુંબેશ શરૂ કરનાર ગોધરાની કિશોરી.

  • દુષ્કર્મ આચનાર આરોપીઓ કાયદાથી ડરે તે માટે ફાંસીની સજાની જોગવાઇ કરવામાં આવે તેવી રાષ્ટ્રપતિને અપીલ

રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના કેસમાં ફક્તને ફક્ત ફાંસીની સજાની જોગવાઈની માંગ સાથે ગોધરાની 12 વર્ષની બેટીએ વડોદરાના કમાટીબાગ ગેટ પાસે સહીં ઝુંબેશ કરી હતી. દુષ્કર્મના વધી રહેલા બનાવો સામે સહી ઝુંબેશ શરૂ કરનાર ગોધરાની કિશોરીને કમાટીબાગમાં આવેલા લોકોએ સહી કરીને સપોર્ટ કર્યો હતો.

12 વર્ષીય માહી અલગ અલગ જગ્યાએ સહી ઝુંબેશ કરી રહી છે.

સહીઓ સાથેનું આવેદન રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે
રાજ્યમાં અને દેશમાં વધી રહેલા દુષ્કર્મના બનાવોને લઈ દુઃખી થયેલી ગોધરાની 12 વર્ષની માહી નરેન્દ્રકુમાર પરમારે દુષ્કર્મના કેસમાં ફક્ત અને ફક્ત ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવે તેવી માંગણી સાથે સહી ઝુંબેશ શરૂ કરી છે. લોકોનો સહયોગ મેળવીને સહીઓ સાથેનું આવેદન રાષ્ટ્રપતિને મોકલવા માટે શરૂ કરેલા અભિયાનને વડોદરાના લોકોએ અભૂતપૂર્વ સહકાર આપ્યો હતો. માહિ અને તેના પરિવાર દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં ફરીને સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પરિવારની એક માત્ર માંગ દુષ્કર્મના આરોપીઓને ફાંસી સિવાય બીજી કોઇ સજા ન હોવી જોઇએ.

12 વર્ષીય માહી અલગ અલગ જગ્યાએ સહી ઝુંબેશ કરી રહી છે.

12 વર્ષની માહીના દુષ્કર્મ સામેના અભિયાનને લોકોએ બિરદાવી
માહી અને તેના પિતા નરેન્દ્રકુમાર વડોદરા આવી પહોંચ્યા હતા. અને કમાટીબાગ ગેટ નંબર 2 પાસે સહીં ઝુંબેશ શરૂ કરી હતી. કમાટીબાગ ખાતે માહી દ્વારા શરૂ કરવામાં આવેલી સહી ઝુંબેશમાં અનેક લોકો જોડાયા હતા. સવારે કમાટીબાગમાં આવતા લોકોએ તેમજ કમાટીબાગ માર્ગ ઉપરથી પસાર થતાં લોકોએ ઉભા રહીને 12 વર્ષની માહીની દુષ્કર્મ સામેના અભિયાનને બિરદાવી સહીઓ કરી હતી. અને માહિને આ અભિયાન શરૂ કરવા બદલ અભિનંદન આપી ઉત્સાહ વધાર્યો હતો. જોત જોતામાં અનેક લોકોએ માહિની સહી ઝુંબેશમાં સહીઓ કરીને દુષ્કર્મના આરોપીઓને ફાંસીની સજાની માહીની માંગણીને સમર્થન આપ્યું હતું.

દુષ્કર્મ કરનાર આરોપીઓને ફાંસી સિવાય બીજી કોઇ સજા ચાલે નહિં
માહી પરમારે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં દુષ્કર્મના બનાવો માઝા મુકી રહ્યા છે. કાયદામાં દુષ્કર્મના આરોપીઓને 10 વર્ષની સજાની જોગવાઇ છે. પરંતુ, દુષ્કર્મ કરનાર આરોપીઓને ફાંસી સિવાય બીજી કોઇ સજા ચાલે નહિં. ઓછી સજા હોવાના કારણે દુષ્કર્મ આચરનાર લોકોને કાયદાનો ડર નથી. પરિણામે દુષ્કર્મના કેસો દિવસે-દિવસે વધી રહ્યા છે. ત્યારે દુષ્કર્મના આરોપીઓને ફાંસીની સજા આપવાની અમારી માંગણી છે. મારી રાષ્ટ્રપતિને અપિલ છે કે, દુષ્કર્મ આચનાર આરોપીઓ કાયદાથી ડરે તે માટે ફાંસીની સજાની જોગવાઇ કરવામાં આવે. ફાંસીની સજાની જોગવાઇ કરવામાં આવશે તો જ લોકો દુષ્કર્મ કરતા વિચાર કરશે.

માહીએ પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા અભિયાન શરૂ કર્યું
નરેન્દ્રકુમાર પરમારે જણાવ્યું હતું કે, દેશમાં બળાત્કારના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. મીડિયામાં સમાચાર જોઇને મારી દીકરી માહીએ મને એક વખત પૂછ્યું હતું કે, બળાત્કાર એટલે શું. મારી પાસે કોઇ જવાબ ન હતો. મારી 12 વર્ષની માહીને મારી કેવી રીતે સમજાવી. આખરે મેં તેને બળાત્કાર વિષે માહિતી આપી હતી. બળાત્કારની વાત જાણ્યા બાદ માહીએ જણાવ્યું કે, પપ્પા.. આવું કૃત્ય આચરનારને સમાજમાં રહેવાનો કોઇ અધિકાર નથી. તેઓને ફાંસી સિવાય બીજી કોઇ સજા ન હોવી જોઇએ. બસ માહિએ પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે લોકોનો સહયોગ મેળવી સહી ઝુંબેશ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here