હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારી માંથી પસાર થઈ રહ્યું છે. હાલ વિશ્વના તમામ દેશો કોરોના અને વૈશ્વિક મહામંદી સામે ઝૂમી રહ્યા છે ત્યારે આપણો દેશ પણ આ પરિસ્થિતિથી બાકાત રહો નથી , ભારતમાં અને ગુજરાતમાં પણ કોરોનાની મહામારીથી બચવા માટેઝ માર્ચથી જ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું જેના કારણે તમામ ધંધા – રોજગાર ઠપ થઇ જતાં વેપારી વર્ગ , ખેડૂત વર્ગ , મજુરીયાત વર્ગ આ તમામ લોકોની પરિસ્થિતિ અંત્યત કફોડી બની ગઈ છે રાજ્યમાં લોકડાઉનના કારણે 16 માર્ચથી તમામ શાળાઓ બંધ છે અને તમામ શૈક્ષણિક કાર્ય પણ બંધ કરવામાં આવ્યું હતું ત્યારે જો શાળાઓ અને શૈક્ષિણક કાર્ય બંધ હોઇ તો અને હાલ તમામ વર્ગની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોઇ ત્યારે વિધાર્થીઓ પાસેથી ફી લેવાનો પ્રશ્ન જ ઉઠતો નથી પરંતુ અનેક શાળાઓ અને કોલેજો દ્વારા ફી ઉઘરાણી કરવામાં આવી રહી છે જે યોગ્ય બાબત નથી પરંતુ વધુમાં રાજ્ય સરકારે જ 25 % ફી માફીની જાહેરાતા કરીને 75 % ફી ઉઘરાવવાનો પરવાનો શાળાઓને આપી દિધો છે જે ચિંતાજનક વિષય કઈ શકાય ત્યારે જો દિવાળી પછી બધી શાળાઓ શરૂ થવાની હોઇ તો આવી પરિસ્થિતિમાં અમારી સરકાર સમક્ષ રજુઆત છે કે દરેક વિધાર્થીની 50 % ફી માફ કરવામાં આવે અને જે બાકી 50 % કિમા પણ સરળ હપ્તાની પ્રકિયા અમલમાં મુકવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.
અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ