જરા વિચારો કે તમે ઓનલાઈન મોબાઈલ ફોન બૂક કરાવ્યો હોય અને તેની જગ્યાએ તમને પત્થર કે કોઈ એવી બીજી વસ્તુ નીકળી આવે તો.હા તહેવારના સમયમાં તમને હેરાન કરી મુકવાવળી આવીજ એક ઘટના સામે આવી છે.
તહેવારોના પ્રસંગમાં ગ્રાહકોને ઓનલાઈન વેચાણમાં ઘણી ઓફર મળતી હોઈ છે. ત્યારે તહેવારની સિઝનમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો એવો છે કે ઓનલાઈન સેલમાં, એક યુવકે સારી ઓફર જોઇને મોબાઈલ ફોન બુક કરાવ્ય હતો. ચાર દિવસ બાદ ડિલિવરી બોય મોબાઇલ ફોન પહોંચાડીવા યુવાનના ઘરે ગયો હતો.યુવકે મોબાઈલનો બોક્સ ખોલતાં જ મોબાઇલની જગ્યાએ સાબુ બહાર આવ્યો ,તેના હોશ ઉડી ગયા. યુવકે કંપનીમાં ફરિયાદ કરી તેમજ પોલીસને પણ જાણ કરતા ગાજીપુર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આગાળ હાથ ધરી છે.