ગોંડલ હાલમાં ચાલી રહેલ ipl 2020 ની મુંબઈ તથા રાજસ્થાન રોયલ્સની ટીમ પર લાઈવ મેચ ઉપર રનફેર તથા સેશન હારજીતના ભાવ જોઈ ઓનલાઇન એપ્લિકેશનના માધ્યમથી ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને ચોરડી દરવાજાના ચોક પાસેથી રૂપિયા 20270 ના મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી આ સટ્ટા માં અન્ય બે શખ્સોની સંડોવણી હોય તેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ સાઇબર ક્રાઈમ સેલ રાજકોટના દિગ્વિજયસિંહ ઝાલા, સિધ્ધરાજ સિંહ વાઘેલા, શિવરાજ ભાઈ ખાચર સહિતનાઓએ ચોરડી દરવાજાના ચોક પાસે જીતેન્દ્ર દિનુભાઈ જાદવ રહે સરવૈયા શેરી ગોંડલ વાળો મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો હોય જેને રૂ. 20270 ના મુદ્દામાલ સાથે ઝડપી પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસે પૂછપરછ દરમિયાન ઉપરોક્ત શખ્સે મોબાઇલ એપ્લિકેશન અજય કારિયા રહે સંઘાણી શેરી વાળા પાસેથી અને યુઝરનેમ અને પાસવર્ડ ભૂરો વાળા ઉર્ફે ધોબી પાસેથી લીધેલા હોય પોલીસે આ બન્ને શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.