ગુજરાત રાજ્ય પાઠય પુસ્તક મંડળનો વધુ એક છબરડો : કોંગ્રેસ
અમદાવાદ. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા ધો. 7ના સામાજિક વિજ્ઞાન વિષયના 16 નંબરના પાઠમાં ગુજરાતને વિશ્વ કક્ષાએ ગૌરવ અપાવનાર સરિતા ગાયકવાડને બદલે મહારાષ્ટ્રની મહિલા વનિતા ગાયકવાડનું નામ અને ફોટો લગાડવામાં આવ્યો હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકત્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, પાઠ્ય પુસ્તક મંડળને માત્ર ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટ આપવામાં જ રસ છે.